Khobo Bhari Ne Matra Taru Vahal De Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
Khobo Bhari Ne Matra Taru Vahal De Gujarati Gazal By Naresh K. Dodia |
खोबो भरीने मात्र तारुं व्हाल दे
आखु जीवन ना दे तुं तारी आज दे
मारी गझलना शब्द नीमाणा बन्यां
तारा ह्रदयथी एक साची दाद दे
काचो पड्यो छु लागणीनी बाबते
तारी हुंफाळी मावजत श्रीकार दे
सुंदरतानुं अभिमान करशे क्यां लगी?
आत्मानी सुंदरतानो तारो झाग दे
अवढवमाथी तु ब्हार आवी क्ही दे आज
तारो छुं एवी शक्यताने धाट दे
जेवी हती एवी ज सामे आवजे
बदलावने फेकी जुनो ए प्यार दे
मारी मुसीबत दूरतां तारी बनी
शब्दोना देहे एकतानो भाव दे
पीडा हुं सधळी भोगवी लेवानो छुं
कायम खूशी आपी शकुं ए छाब दे
तुं रूबरू ज्यारे मळी ए यादने
कायम ए ताजा रही शके ए चार्म दे
जेवी गुजारी साथमां बेउ ए रोज
मारी “महोतरमां” फरी ए सांज दे
-नरेश के.डॉडीया
ખોબો ભરીને માત્ર તારું વ્હાલ દે
આખુ જીવન ના દે તું તારી આજ દે
મારી ગઝલના શબ્દ નીમાણા બન્યાં
તારા હ્રદયથી એક સાચી દાદ દે
કાચો પડ્યો છુ લાગણીની બાબતે
તારી હુંફાળી માવજત શ્રીકાર દે
સુંદરતાનું અભિમાન કરશે ક્યાં લગી?
આત્માની સુંદરતાનો તારો ઝાગ દે
અવઢવમાથી તુ બ્હાર આવી ક્હી દે આજ
તારો છું એવી શક્યતાને ધાટ દે
જેવી હતી એવી જ સામે આવજે
બદલાવને ફેકી જુનો એ પ્યાર દે
મારી મુસીબત દૂરતાં તારી બની
શબ્દોના દેહે એકતાનો ભાવ દે
પીડા હું સધળી ભોગવી લેવાનો છું
કાયમ ખૂશી આપી શકું એ છાબ દે
તું રૂબરૂ જ્યારે મળી એ યાદને
કાયમ એ તાજા રહી શકે એ ચાર્મ દે
જેવી ગુજારી સાથમાં બેઉ એ રોજ
મારી “મહોતરમાં” ફરી એ સાંજ દે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment