साव साचु बोलवानी क्या मजा छे? Gujarati Gazal By Naresh K. Dodia

साव साचु बोलवानी क्या मजा छे? Gujarati Gazal By Naresh K. Dodia
साव साचु बोलवानी क्या मजा छे? Gujarati Gazal By Naresh K. Dodia
साव साचु बोलवानी क्या मजा छे?
कोइने माटे जीवननी ए प्रथा छे   

चाहवानी दूरथी केवी मजा छे
शायरीमां ए ज तो साची कला छे

वेलने थड मापसरनुं जोइए छे
ए ज तो साची विकसवानी अदा छे

रोज मारण क्यां उदासीनुं मळे छे
मयकदामां "ड्राइ-डे"ना पाटिया छे 

साबिती इश्वरने पण देवी पडे छे
एक ओळख आपवा घर पर धजा छे

एक-धारी प्रेरणा एनी मळे छे
आ गझल मारी प्रिया कां तो खुदा छे

आज केवळ आजनी रीते उजववी
आज छे एथी वधुं काले व्यथा छे
    
खलबली केवी मची गइ शब्द मळतां          
एटले तो मारा चाहक सामटा छे                                                

ए "महोतरमाने" कै क्हेवुं नथी दोस्त    
एमनी चाहतमां शायर आंधळा छे                 
-नरेश के.डॉडीया

સાવ સાચુ બોલવાની ક્યા મજા છે?
કોઇને માટે જીવનની એ પ્રથા છે   

ચાહવાની દૂરથી કેવી મજા છે
શાયરીમાં એ જ તો સાચી કલા છે

વેલને થડ માપસરનું જોઇએ છે
એ જ તો સાચી વિકસવાની અદા છે

રોજ મારણ ક્યાં ઉદાસીનું મળે છે
મયકદામાં "ડ્રાઇ-ડે"ના પાટિયા છે 

સાબિતી ઇશ્વરને પણ દેવી પડે છે
એક ઓળખ આપવા ઘર પર ધજા છે

એક-ધારી પ્રેરણા એની મળે છે
આ ગઝલ મારી પ્રિયા કાં તો ખુદા છે

આજ કેવળ આજની રીતે ઉજવવી
આજ છે એથી વધું કાલે વ્યથા છે
    
ખલબલી કેવી મચી ગઇ શબ્દ મળતાં          
એટલે તો મારા ચાહક સામટા છે                                                

એ "મહોતરમાને" કૈ ક્હેવું નથી દોસ્ત    
એમની ચાહતમાં શાયર આંધળા છે                 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment