ए अनूभव जीवनमां सौने मळे छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ए अनूभव जीवनमां सौने मळे छे Gujarati Gazal By Naresh K. Dodia |
ज्यां भरोसानी भेस पाडो जंणे छे
ए अनूभव जीवनमां सौने मळे छे
प्रेमनो सुंदर बाग छे जे ह्रदयमां
ए ज माणसनां मनमां खूश्बू उगे छे
मनने करवत मानीने व्हेरे छे माणस
लागणीओने शस्त्र मानी धरे छे
साव अणघड तो कोइ होतु नथी दोस्त
स्थान मारूं देखाडवां तुं लखे छे
तुंय वरसो प्हेलानी वातो भूली जा
आयनाने लटनी सफेदी गमे छे
कोइ आवे छे जिंदगीमां जीवन थइ
ए ज माणस हळवेथी आदत बने छे
एज कारणसर आंखमां तुं वसी गइ
लाख मानुनी जोइ पण तुं जचे छे
एक इच्छानु कोइ वळगण बनी जाय
ने विचारोमा ए ज माणस चडे छे
आ"महोतरमा"नी करामत छे सघळी
सांजनां उर्मि शब्द रूपे रमे छे
-नरेश के.डॉडीया
જ્યાં ભરોસાની ભેસ પાડો જંણે છે
એ અનૂભવ જીવનમાં સૌને મળે છે
પ્રેમનો સુંદર બાગ છે જે હ્રદયમાં
એ જ માણસનાં મનમાં ખૂશ્બૂ ઉગે છે
મનને કરવત માનીને વ્હેરે છે માણસ
લાગણીઓને શસ્ત્ર માની ધરે છે
સાવ અણઘડ તો કોઇ હોતુ નથી દોસ્ત
સ્થાન મારૂં દેખાડવાં તું લખે છે
તુંય વરસો પ્હેલાની વાતો ભૂલી જા
આયનાને લટની સફેદી ગમે છે
કોઇ આવે છે જિંદગીમાં જીવન થઇ
એ જ માણસ હળવેથી આદત બને છે
એજ કારણસર આંખમાં તું વસી ગઇ
લાખ માનુની જોઇ પણ તું જચે છે
એક ઇચ્છાનુ કોઇ વળગણ બની જાય
ને વિચારોમા એ જ માણસ ચડે છે
આ"મહોતરમા"ની કરામત છે સઘળી
સાંજનાં ઉર્મિ શબ્દ રૂપે રમે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment