Saruaat Ma Apne Malya Tyare Gujarati Kavita By Naresh K. Dodia

Saruaat Ma Apne Malya Tyare Gujarati Kavita By Naresh K. Dodia
Saruaat Ma Apne Malya Tyare Gujarati Kavita By Naresh K. Dodia
जुदा जुदा प्रदेशनां अजाण्या जीव जेम
बेउ एक बीजाने पोतपोतानी
बखोलमांथी कुतुहलवश जोता रहेता हता

धीरे धीरे एक बीजानी नजीक आवता गया
जेम जेम एक बीजाथी परिचित थता रह्या
एम आपणे नजीक आवतां रह्यां

पछी रोज मळता अने सामान्य जीवो जेम
साथे मळीने गम्मत करी लेता
क्यारेक सरीसृपो जेम रेंगता रेंगता एक बीजाने
स्पर्शीने संवेदनानी आप ले करतां
क्यारेक वन्य प्राणी जेम एक बीजाने व्हालथी
वळगीने संवेदनानी आप ले करी लेतां

क्यारेक जळचरनी जेम महिनाओ सुधी
पोतपोतानां एकांतनां दरियामां डुबी जतां
क्यारेक सपाटी पर एक बीजाने जोइ लेता हतां

क्यारेक प्राणीजन्य हरकत करी बेसतां
एक बीजाथी दूरी राखीने एक बीजा सामे
घुरकतां रहेता, अने फरी पाछा एक बीजा साथे
गेल करतां गुलतान थइ जतां हतां

त्यांथी नीकळतां लोको अंदरोअंदर वात करतां के
ज्यारे आ बंने मळ्या त्यारे बे सारा माणस हतां
हवे ए बंने प्रेमी छे..
-नरेश के.डॉडीया
શરૂઆતમાં આપણે મળ્યા ત્યારે
જુદા જુદા પ્રદેશનાં અજાણ્યા જીવ જેમ
બેઉ એક બીજાને પોતપોતાની
બખોલમાંથી કુતુહલવશ જોતા રહેતા હતા

ધીરે ધીરે એક બીજાની નજીક આવતા ગયા
જેમ જેમ એક બીજાથી પરિચિત થતા રહ્યા
એમ આપણે નજીક આવતાં રહ્યાં

પછી રોજ મળતા અને સામાન્ય જીવો જેમ
સાથે મળીને ગમ્મત કરી લેતા
ક્યારેક સરીસૃપો રેંગતા રેંગતા એક બીજાને
સ્પર્શીને સંવેદનાની આપ લે કરતાં

ક્યારેક વન્ય પ્રાણી જેમ એક બીજાને વ્હાલથી
વળગીને સંવેદનાની આપ લે કરી લેતાં

ક્યારેક જળચરની જેમ મહિનાઓ સુધી
પોતપોતાનાં એકાંતનાં દરિયામાં ડુબી જતાં
ક્યારેક સપાટી પર એક બીજાને જોઇ લેતા હતાં

ક્યારેક પ્રાણીજન્ય હરકત કરી બેસતાં
એક બીજાથી દૂરી રાખીને એક બીજા સામે
ઘુરકતાં રહેતા, અને ફરી પાછા એક બીજા સાથે
ગેલ કરતાં ગુલતાન થઇ જતાં હતાં


ત્યાંથી નીકળતાં લોકો અંદરોઅંદર વાત કરતાં કે
જ્યારે આ બંને મળ્યા ત્યારે બે સારા માણસ હતાં
હવે એ બંને પ્રેમી છે..
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment