तमारा प्रतापे गझल काव्य लखतो थयो छु Gujarati Gazal By Naresh K. Dodia

Tamara Pratape Gazal Kavya Lakhto Thayo Chu Gujarati Gazal By Naresh K. Dodia
तमारा प्रतापे गझल काव्य लखतो थयो छु Gujarati Gazal By Naresh K. Dodia
तमारा प्रतापे गझल काव्य लखतो थयो छु
ए रीते तमारा ह्रदयने हुं गमतो थयो छु

हती जिंदगी एकधारी अही साव कोरी
हवे लागणी भावमां हुं पलळतो थयो छुं

बधां आंसुओ दुखना होता नथी,सुख ना पण होय
घणी वार हसतां वदन जोइ रडतो थयो छुं

तमारी फिकर तो मने रोज करवी गमे छे
तमारा ह्रदय द्रारने अडतो हुं रस्तो थयो छुं

वळाको नदी जेम छे बेउनी जिंदगीमां
फरी मळवा काजे आ दरियो तरसतो थयो छे

तमारो नरम स्पर्श माण्या पछी जाण थइ के!
नजाकतने नवतर गणी हुं समजतो थयो छुं

तमारा हिसाबे बधा ओळखे छे अहींया
हुं तेथी ज लोकोनी नजरोमां चडतो थयो छुं

तमे जिंदगीमा छो मारी,ए अभिमान राखी
आं कोलरने उंचां करीने हुं फरतो थयो छुं

सितम पण तमारा गमे कायमी दिलने स्हेवां
छता गम तमारा खूशीमां पलटतो थयो छुं
-नरेश के.डॉडीया
તમારા પ્રતાપે ગઝલ કાવ્ય લખતો થયો છુ
એ રીતે તમારા હ્રદયને હું ગમતો થયો છુ

હતી જિંદગી એકધારી અહી સાવ કોરી
હવે લાગણી ભાવમાં હું પલળતો થયો છું

બધાં આંસુઓ દુખના હોતા નથી,સુખ ના પણ હોય
ઘણી વાર હસતાં વદન જોઇ રડતો થયો છું

તમારી ફિકર તો મને રોજ કરવી ગમે છે
તમારા હ્રદય દ્રારને અડતો હું રસ્તો થયો છું

વળાકો નદી જેમ છે બેઉની જિંદગીમાં
ફરી મળવા કાજે આ દરિયો તરસતો થયો છે

તમારો નરમ સ્પર્શ માણ્યા પછી જાણ થઇ કે!
નજાકતને નવતર ગણી હું સમજતો થયો છું

તમારા હિસાબે બધા ઓળખે છે અહીંયા
હું તેથી જ લોકોની નજરોમાં ચડતો થયો છું

તમે જિંદગીમા છો મારી,એ અભિમાન રાખી
આં કોલરને ઉંચાં કરીને હું ફરતો થયો છું

સિતમ પણ તમારા ગમે કાયમી દિલને સ્હેવાં
છતા ગમ તમારા ખૂશીમાં પલટતો થયો છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment