Ghana Divso Pachi Ena Chehre Ronak Hati Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
| Ghana Divso Pachi Ena Chehre Ronak Hati Gujarati Kavita By Naresh K. Dodia |
घणा दिवसो पछी आजे एना चहेरे रोनक हती
घणा दिवसो पछी आजे हाशकारो आंखोमां देखातो हतो
घणा दिवसो पछी एने आजे शांतिथी निहाळवानो मोको मळ्यो
आम तो पाच छ वर्षथी एने जोतो आवुं छु
पण आजे एनामां कंइक अलग जुस्सो अने उत्साह हतो
जाणे घणा दिवसोनां पर्वतारोहण पछी तळेटी पर उतरवानो
एनां चहेरे छलकतो हतो.
कदाच बहुं उचाइ पर जवांथी नीचेनुं बधुं नानु थतुं जाय छे
एनो अहेसास आजे एने थयो एवुं मने लाग्यु.
लाल वाळमां एनां हवे उतरती महेंदीनो वैभव देखातो हतो
जाणे विन्टर फोलनां पहेलानां झाडनां पांदडा अवनवां रंगोनां
शणगार सज्यो होय एवुं मने लाग्यु.
जे आंखोमां जोतां वेत हुं डुबी जतो हतो
आजे ए आंखोमां आटलां वरसोनी तृप्तिनी एक शांत
नदी जेवी व्हेती हती…जेमां डुबी ना शकाय पण
तरस छीपावी शकाय एटली मीठाश हती
ज्यां कंइक भूतकाळनां तोफानी चोमासामां उछळतां
अने बे काठे वहेतां तोफाननो इतिहास समायो छे
आजे बंनेमांथी कोइए ना बोलवानो निर्णय कर्यो होय एवु लाग्यु
वारे वारे एक बीजा सामे जोइने धीमुं धीमुं मरकी लेतां हतां
एक समय हतो ज्यारे मारी एक पळनी खामोसी एने गमती नहोती
समयनो साथे माणसनां विचारो,देखाव,वर्तननी
साथे अवाजमां केटलो बदलाव लावी दे छे…
आजे हकारात्मकतांनो मौन गुंजारव हतो
आंखोनी भाषामां आजे विनिमय थतो हतो
मने लाग्यु के बंनेनी आंखो पाछोतरी यादोमां गरक थइने
एक बीजानां बोलकां स्पंदनोने सतह पर उछाळती हती
अचानक ए बोली उठी,”कविराज,केम आजे महोतरमाने जोइने
शब्दनी साथे अवाज पण रोकाइ गयो छे…”
एटले मे एनी हथेळीने पकडीने कंइक शोधवानी कोशिश करी
ज्यां स्पर्शनां दाटेलां खजानो दबायेला पडया हतां
एने शोधवानी कोशिश करतो हतो
एटले हाथ छोडावी अने बोली
“तुं जे शोधे छे ए बधुं भूली जा,ए भूतकाळने खोदवाथी कंइ नही मळे
अने मारी आंखोमां जो, आजे आटला लांबा गाळाना विराम पछी
आपणे मळ्या छीए तो बोल तने शुं देखाइ छे मारी आंखोमां?”
एनी आंखोमां आंखो परोवीने बस एटलु ज बोली शक्यो
“हुं मारा प्रिय पात्रनी आंखोमां कदी भूतकाळ जोतो नथी
हुं हमेशां मारी महोतरमांनी आंखोमां झळहळतो वर्तमान
अने उज्जवळ भविष्य जोंउ छु.”
मे जोयु तो एनी आंखोमां एक हकारात्मक खूशीनुं झरणुं
देखातु हतुं
-नरेश के.डॉडीया
ઘણા દિવસો પછી આજે એના ચહેરે રોનક હતી
ઘણા દિવસો પછી આજે હાશકારો આંખોમાં દેખાતો હતો
ઘણા દિવસો પછી એને આજે શાંતિથી નિહાળવાનો મોકો મળ્યો
આમ તો પાચ છ વર્ષથી એને જોતો આવું છુ
પણ આજે એનામાં કંઇક અલગ જુસ્સો અને ઉત્સાહ હતો
જાણે ઘણા દિવસોનાં પર્વતારોહણ પછી તળેટી પર ઉતરવાનો
એનાં ચહેરે છલકતો હતો.
કદાચ બહું ઉચાઇ પર જવાંથી નીચેનું બધું નાનુ થતું જાય છે
એનો અહેસાસ આજે એને થયો એવું મને લાગ્યુ.
લાલ વાળમાં એનાં હવે ઉતરતી મહેંદીનો વૈભવ દેખાતો હતો
જાણે વિન્ટર ફોલનાં પહેલાનાં ઝાડનાં પાંદડા અવનવાં રંગોનાં
શણગાર સજ્યો હોય એવું મને લાગ્યુ.
જે આંખોમાં જોતાં વેત હું ડુબી જતો હતો
આજે એ આંખોમાં આટલાં વરસોની તૃપ્તિની એક શાંત
નદી જેવી વ્હેતી હતી…જેમાં ડુબી ના શકાય પણ
તરસ છીપાવી શકાય એટલી મીઠાશ હતી
જ્યાં કંઇક ભૂતકાળનાં તોફાની ચોમાસામાં ઉછળતાં
અને બે કાઠે વહેતાં તોફાનનો ઇતિહાસ સમાયો છે
આજે બંનેમાંથી કોઇએ ના બોલવાનો નિર્ણય કર્યો હોય એવુ લાગ્યુ
વારે વારે એક બીજા સામે જોઇને ધીમું ધીમું મરકી લેતાં હતાં
એક સમય હતો જ્યારે મારી એક પળની ખામોસી એને ગમતી નહોતી
સમયનો સાથે માણસનાં વિચારો,દેખાવ,વર્તનની
સાથે અવાજમાં કેટલો બદલાવ લાવી દે છે…
આજે હકારાત્મકતાંનો મૌન ગુંજારવ હતો
આંખોની ભાષામાં આજે વિનિમય થતો હતો
મને લાગ્યુ કે બંનેની આંખો પાછોતરી યાદોમાં ગરક થઇને
એક બીજાનાં બોલકાં સ્પંદનોને સતહ પર ઉછાળતી હતી
અચાનક એ બોલી ઉઠી,”કવિરાજ,કેમ આજે મહોતરમાને જોઇને
શબ્દની સાથે અવાજ પણ રોકાઇ ગયો છે…”
એટલે મે એની હથેળીને પકડીને કંઇક શોધવાની કોશિશ કરી
જ્યાં સ્પર્શનાં દાટેલાં ખજાનો દબાયેલા પડયા હતાં
એને શોધવાની કોશિશ કરતો હતો
એટલે હાથ છોડાવી અને બોલી
“તું જે શોધે છે એ બધું ભૂલી જા,એ ભૂતકાળને ખોદવાથી કંઇ નહી મળે
અને મારી આંખોમાં જો, આજે આટલા લાંબા ગાળાના વિરામ પછી
આપણે મળ્યા છીએ તો બોલ તને શું દેખાઇ છે મારી આંખોમાં?”
એની આંખોમાં આંખો પરોવીને બસ એટલુ જ બોલી શક્યો
“હું મારા પ્રિય પાત્રની આંખોમાં કદી ભૂતકાળ જોતો નથી
હું હમેશાં મારી મહોતરમાંની આંખોમાં ઝળહળતો વર્તમાન
અને ઉજ્જવળ ભવિષ્ય જોંઉ છુ.”
મે જોયુ તો એની આંખોમાં એક હકારાત્મક ખૂશીનું ઝરણું
દેખાતુ હતું
-નરેશ કે.ડૉડીયા

Labels:
Gujarati Kavita

No comments:
Post a Comment