Udasi Vastra Mafak Fagavi Na Sakiye Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| Udasi Vastra Mafak Fagavi Na Sakiye Gujarati Gazal By Naresh K. Dodia |
उदासी वस्त्रनी माफक फगावी ना शकीए
आ मननी नग्नता सौने बतावी ना शकीए
ना त्रोफावी शकीए छुंदणाना मोर हाथे
नवी फेशन तरीके ए खपावी ना शकीए
भले तुं हमसफर मानीने थामे हाथ एनो
छतां मरजी मुजब एने चलावी ना शकीए
बधाने खूश करवानो ईरादो लई गयो हुं,
सभाना हाल जोईने गजावी ना शकीए
धणा लोकोनी वातो आपणे दिलथी ना लईए
अचानक सत्य परखो तो पचावी ना शकीए
घणा संबंध साचववा पडे छे खानगीमां
गळे जाहेरमा एने लगावी ना शकीए
महोतरमांने चाही एकलोती चाह साथे
ह्रदयमां अन्य नारीने वसावी ना शकीए
-नरेश के. डॉडीया
ઉદાસી વસ્ત્રની માફક ફગાવી ના શકીએ
આ મનની નગ્નતા સૌને બતાવી ના શકીએ
ના ત્રોફાવી શકીએ છુંદણાના મોર હાથે
નવી ફેશન તરીકે એ ખપાવી ના શકીએ
ભલે તું હમસફર માનીને થામે હાથ એનો
છતાં મરજી મુજબ એને ચલાવી ના શકીએ
બધાને ખૂશ કરવાનો ઈરાદો લઈ ગયો હું,
સભાના હાલ જોઈને ગજાવી ના શકીએ
ધણા લોકોની વાતો આપણે દિલથી ના લઈએ
અચાનક સત્ય પરખો તો પચાવી ના શકીએ
ઘણા સંબંધ સાચવવા પડે છે ખાનગીમાં
ગળે જાહેરમા એને લગાવી ના શકીએ
મહોતરમાંને ચાહી એકલોતી ચાહ સાથે
હ્રદયમાં અન્ય નારીને વસાવી ના શકીએ
-નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment