बस एक जामगरी तमारे चापवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
बस एक जामगरी तमारे चापवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
बस एक जामगरी तमारे चापवानी होय छे
खुद जात ज्यारे आपणे खुद बाळवानी होय छे
हळवे रहीने आपणा लोको बनी जाशे पछी
मीठाश माणसनी पछीथी चाखवानी होय छे
क्यारेक तारे हांमां हां कोइनी करवी तो तुं कर
जे मानवीनी वातने ना मानवानी होय छे
तूटी गयेला श्वास कायम सांधवाथी शुं वळे?
तूटी भले पण जिंदगी तो जीववानी होय छे
खाली पणाना भारमां तुं क्यां सुधी जीवी शके
एकांतमा ए पळ हमेशां टाळवानी होय छे
हाजर थवुं गमतुं नथी एवी जगां कोइने पण
गमती नथी एवी रसम नीभाववानी होय छे
भोळी गणीने लागणीनी जात साचववी पडे
छणका करे छे तोय ए पंपाळवानी होय छे
कोणे कहयु आखो दिवस तुं यादमा लखतो रहे?
तारे “महोतरमाने” कायम चाहवानी होय छे.
-नरेश के.डॉडीया
બસ એક જામગરી તમારે ચાપવાની હોય છે
આ જાત જ્યારે આપણે ખુદ બાળવાની હોય છે
હળવે રહીને આપણા લોકો બની જાશે પછી
મીઠાશ માણસની પછીથી ચાખવાની હોય છે
ક્યારેક તારે હાંમાં હાં કોઇની કરવી તો તું કર
જે માનવીની વાતને ના માનવાની હોય છે
તૂટી ગયેલા શ્વાસ કાયમ સાંધવાથી શું વળે?
તૂટી ભલે પણ જિંદગી તો જીવવાની હોય છે
ખાલી પણાના ભારમાં તું ક્યાં સુધી જીવી શકે
એકાંતમા એ પળ હમેશાં ટાળવાની હોય છે
હાજર થવું ગમતું નથી એવી જગાં કોઇને પણ
ગમતી નથી એવી રસમ નીભાવવાની હોય છે
ભોળી ગણીને લાગણીની જાત સાચવવી પડે
છણકા કરે છે તોય એ પંપાળવાની હોય છે
કોણે કહયુ આખો દિવસ તું યાદમા લખતો રહે?
તારે “મહોતરમાને” કાયમ ચાહવાની હોય છે.
-નરેશ કે.ડૉડીયા
બસ એક જામગરી તમારે ચાપવાની હોય છે
આ જાત જ્યારે આપણે ખુદ બાળવાની હોય છે
હળવે રહીને આપણા લોકો બની જાશે પછી
મીઠાશ માણસની પછીથી ચાખવાની હોય છે
ક્યારેક તારે હાંમાં હાં કોઇની કરવી તો તું કર
જે માનવીની વાતને ના માનવાની હોય છે
તૂટી ગયેલા શ્વાસ કાયમ સાંધવાથી શું વળે?
તૂટી ભલે પણ જિંદગી તો જીવવાની હોય છે
ખાલી પણાના ભારમાં તું ક્યાં સુધી જીવી શકે
એકાંતમા એ પળ હમેશાં ટાળવાની હોય છે
હાજર થવું ગમતું નથી એવી જગાં કોઇને પણ
ગમતી નથી એવી રસમ નીભાવવાની હોય છે
ભોળી ગણીને લાગણીની જાત સાચવવી પડે
છણકા કરે છે તોય એ પંપાળવાની હોય છે
કોણે કહયુ આખો દિવસ તું યાદમા લખતો રહે?
તારે “મહોતરમાને” કાયમ ચાહવાની હોય છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment