recent
Breaking news
Trending

My Articles

Gujarati Articles

सौ कोइने हुं एटले गमतो नथी Gujarati Gazal By Naresh K. Dodia

सौ कोइने हुं एटले गमतो नथी  Gujarati Gazal By Naresh K. Dodia
सौ कोइने हुं एटले गमतो नथी  Gujarati Gazal By Naresh K. Dodia

સૌ કોઈને હું એટલે ગમતો નથી

હાં જી હા સૌની વાતમાં કરતો નથી

હું એ જ કારણથી દૂરી રાખું છું દોસ્ત
ટોળામા હું કારણ વિનાં ભળતો નથી

હું એક સ્ત્રીને ફૂલ જેવી સાચવું
કારણ વિના સાથે એની લડતો નથી

મારી જ મસ્તીમાં રચ્યો રહું છું હમેશ
દુખ દર્દને ભારણ કદી ગણતો નથી

ખટકું છું એને એક કારણથી સદા
ઇશ્વર ગણી એ જણને હું ભજતો નથી

જેનાં થકી ઉજળી છે દુનિયા ચોતરફ
એ સૂર્ય રાતે ક્યાય ઝગમગતો નથી

આકારમાં જેના મને ઢળવું ગમે
આંખોમાં કોઇ માનવી જચતો નથી

મારી “મહોતરમાં” દુલારી છે મને
હું અન્ય નારીની ગઝલ લખતો નથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment