जे दिवसथी जात मारामां मूकीने गइ छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
जे दिवसथी जात मारामां मूकीने गइ छे Gujarati Gazal By Naresh K. Dodia |
जे दिवसथी जात मारामां मूकीने गइ छे
ए पळे सुखचेन मारा तुं लूटीने गइ छे
रात आखी जागवानी ते सजा आपी छे
मारी आंखोमा ए रीते तुं खूपीने गइ छे
रण समुं तपतुं ह्रदय झंखे छे बुंदो जळनी
वादळीनी जेम ऊपरथी उडीने गइ छे
वेदना उत्सव समी उजवुं छु शब्दो प्हेरी
एक मौसम जेम मुजने ऊजवीने गइ छे
कोइ पण कारण विनां मळवा तुं आवी जाती
ए ज मळवानी रसम सारी भूलीने गइ छे
जीरवुं छुं मौनना आधातने चुपकेथी
शब्दनां संवाद वच्चे तुं डुबीने गइ छे
आपणे पाछा मळीशुं ए वचन दइने तुं
स्पर्शनी शाखे सजळ नेत्रे उठीने गइ छे
चोतरफ मारी महोतरमां ज देखाइ छे
अष्ट कोणे आंखनां द्रश्यो भूसीने गइ छे
-नरेश के.डॉडीया
જે દિવસથી જાત મારામાં મૂકીને ગઇ છે
એ પળે સુખચેન મારા તું લૂટીને ગઇ છે
એ પળે સુખચેન મારા તું લૂટીને ગઇ છે
રાત આખી જાગવાની તે સજા આપી છે
મારી આંખોમા એ રીતે તું ખૂપીને ગઇ છે
મારી આંખોમા એ રીતે તું ખૂપીને ગઇ છે
રણ સમું તપતું હ્રદય ઝંખે છે બુંદો જળની
વાદળીની જેમ ઊપરથી ઉડીને ગઇ છે
વાદળીની જેમ ઊપરથી ઉડીને ગઇ છે
વેદના ઉત્સવ સમી ઉજવું છુ શબ્દો પ્હેરી
એક મૌસમ જેમ મુજને ઊજવીને ગઇ છે
એક મૌસમ જેમ મુજને ઊજવીને ગઇ છે
કોઇ પણ કારણ વિનાં મળવા તું આવી જાતી
એ જ મળવાની રસમ સારી ભૂલીને ગઇ છે
એ જ મળવાની રસમ સારી ભૂલીને ગઇ છે
જીરવું છું મૌનના આધાતને ચુપકેથી
શબ્દનાં સંવાદ વચ્ચે તું ડુબીને ગઇ છે
શબ્દનાં સંવાદ વચ્ચે તું ડુબીને ગઇ છે
આપણે પાછા મળીશું એ વચન દઇને તું
સ્પર્શની શાખે સજળ નેત્રે ઉઠીને ગઇ છે
સ્પર્શની શાખે સજળ નેત્રે ઉઠીને ગઇ છે
ચોતરફ મારી મહોતરમાં જ દેખાઇ છે
અષ્ટ કોણે આંખનાં દ્રશ્યો ભૂસીને ગઇ છે
-નરેશ કે.ડૉડીયા
અષ્ટ કોણે આંખનાં દ્રશ્યો ભૂસીને ગઇ છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment