एक समये ज्यां मारा बोलका मौननी गजबनी बोलबाला हती Gujarati Kavita By Naresh K. Dodia

एक समये ज्यां मारा बोलका मौननी  गजबनी बोलबाला हती Gujarati Kavita By Naresh K. Dodia
एक समये ज्यां मारा बोलका मौननी  गजबनी बोलबाला हती Gujarati Kavita By Naresh K. Dodia
एक समये ज्यां मारा बोलका मौननी 
गजबनी बोलबाला हती
त्यां आजे एक शांत खामासीए 
अजगरनी जेम भरडॉ लीधो छे
एक समये 
घरनां खूणे खूणे अमारी चार आंखो वच्चे
आखोनी भाषानुं चलण 
खानगी धोरणे चालतुं हतु..

आजे त्यां चार आंख सामे थतां
बे आंखोंनां पोपचा अजाण्या थइने
पोतानी दुकान बंध करी दे छे.. 

आखो दिवस साथे लइने फरती हती
आजे ए उंमंग अने उत्साहने
मारी मोंधी साडीओनी गडीओ वच्चे
छुपावीने साचवी राख्या छे.

आखा धरमां मारा पगले पगले
मारी पायलनी जेम मारा रणकतां 
अस्तित्वनो धमधमाट रणझणतो हतो,

आजे आहट ना थाय 
ए रीते रसोडाथी लइने बहार बगीचा सुधी
पगलानी सगड भूसीने फरती रहुं छुं..

एक लाबां अरसानां सगवडतां भर्या
धरथी लइने संबंध साचवानी
एक भारी किमत में चुकववी छे 
एक पुरुष पोतानां खानगी संबंध अने
एने अंतगर्त पराक्रनी वात सराजहेर 
मित्रो वच्चे गर्वथी कही शके छे
प्रियतमानी वातो कविओ अने शायर 
बिन्दास्त लखीने वाह वाह अने ताळीऑ
मेळवता रहे छे. 

मारा ह्रदयनां खूणे लागणीनां
सीचनथी पांगरेली मैत्रीनी कृपण फूटी
ए धटनाने कागळ पर उतारी ना शकी
परिणामे ए घटनां होठो पर आवी गइ
ना तो मने वाह वाह मळी 
ना तो मने ताळीओनो गडगडाट संभळायो

बस मने मळी तो शांत अवहेलनां
संवादनुं सिमित सांनिध्य 
अने भारेखम मौन अणगमाथी मढेलुं
भूतकाळनां एक वाचाळ चहेरानुं नवु स्वरूप 
हवे बेडरूममां बे जाणीता माणसो
एक ज बेड पर सुवे छे,
बे अजाण्या मुसाफरनी जेम 
जेनी भूतकाळमां मंजील एक हती.

हवे ए मुख पण सामे राखीने सुइ नथी शकता
भलेने उंधमां बंध आंखोए एक बीजाने जोइ शकता नथी
-नरेश के.डॉडीया
એક સમયે જ્યાં માર બોલકા મૌનની
ગજબની બોલબાલા હતી
ત્યાં આજે એક શાંત ખામાસીએ
અજગરની જેમ ભરડૉ લીધો છે

એક સમયે 

ઘરનાં ખૂણે ખૂણે અમારી ચાર આંખો વચ્ચે
આખોની ભાષાનું ચલણ   
ખાનગી ધોરણે ચાલતું હતુ
આજે ત્યાં ચાર આંખ સામે થતાં
બે આંખોંનાં પોપચા અજાણ્યા થઇને
પોતાની દુકાન બંધ કરી દે છે..                                     



ઉમંગ અને ઉત્સાહ તો જાણે
મારા દહેજમાં આવ્યા હોય એ રીતે
આખો દિવસ સાથે લઇને ફરતી હતી
આજે એ ઉંમંગ અને ઉત્સાહને
મારી મોંધી સાડીઓની ગડીઓ વચ્ચે
છુપાવીને સાચવી રાખ્યા છે.



આખા ધરમાં મારા પગલે પગલે
મારી પાયલની જેમ મારા અસ્તિત્વનો
ધમધમાટ રણઝણતો હતો,
આજે આહટ ના થાય
એ રીતે રસોડાથી લઇને બહાર બગીચા સુધી
પગલાની સગડ ભૂસીને ફરતી રહું છું..



એક લાબાં અરસાનાં સગવડતાં ભર્યા
ધરથી લઇને સંબંધ સાચવાની
એક ભારી કિમત મેં ચુકવવી છે  



એક પુરુષ પોતાનાં ખાનગી સંબંધ અને
એને અંતગર્ત પરાક્રની વાત સરાજહેર
મિત્રો વચ્ચે ગર્વથી કહી શકે છે
પ્રિયતમાની વાતો કવિઓ અને શાયર
બિન્દાસ્ત લખીને વાહ વાહ અને તાળીઑ
મેળવતા રહે છે.      



મારા હ્રદયનાં ખૂણે લાગણીનાં
સીચનથી પાંગરેલી મૈત્રીની કૃપણ ફૂટી
એ ધટનાને કાગળ પર ઉતારી ના શકી
પરિણામે એ ઘટનાં હોઠો પર આવી ગઇ



ના તો મને વાહ વાહ મળી
ના તો મને તાળીઓનો ગડગડાટ સંભળાયો
બસ મને મળી તો શાંત અવહેલનાં
સંવાદનું સિમિત સાંનિધ્ય
અને ભારેખમ મૌન અણગમાથી મઢેલું
ભૂતકાળનાં એક વાચાળ ચહેરાનું નવુ સ્વરૂપ



હવે એક જ રૂમમાં બે જાણીતા માણસો
એક જ બેડ પર સુવે છે,
બે અજાણ્યા મુસાફરની જેમ                                            
જેની ભૂતકાળમાં મંજીલ એક હતી.



હવે એ મુખ પણ સામે રાખીને સુઇ નથી શકતા
ભલેને ઉંધમાં બંધ આંખોએ એક બીજાને જોઇ શકતા નથી
-નરેશ કે.ડૉડીયા           
Advertisement

No comments:

Post a Comment