साहित्य रसिक युवती Gujarati Kavita By Naresh K. Dodia

साहित्य रसिक युवती  Gujarati Kavita By Naresh K. Dodia
साहित्य रसिक युवती  Gujarati Kavita By Naresh K. Dodia
ए सांज मारे हैये लखाय गइ.
एक संस्कारीक रसिक युवतीनी साहित्यरसिकता,
व्यवाहरबुध्धि,साथे
आत्मगौरव अने अडगता अने आत्मविश्वास

साथे साथे एनी भयंकर एकलतांनी मने झांखी थइ हती.
परिचयनी साथे आत्मियता पमरतो बाग विकसतो रह्यो

वार्ताना प्रकरणोनी जेम रोज एने वांचतो रह्यो
ने प्रकरणे प्रकरणे नशाकारी रहस्यो खोलती रही
जेम शराब जुनो थाय एनो नशामां नमणाश वधती जाय
बस आवु ज कंइक एनु हतु…
हजु तो एक प्रकरणना नशामाथी बहार नीकळ्यो ना होउ ने
एक नवा प्रकरण रूपे सामे आवी जाय..

स्वलिखित एने जे कंइ गमे एवु वच्चे उमेरती रहे
क्यारेक लखे,”तमारी कल्पनामां एवो ते शु जादु छे?
के एमांथी नीकळी शकातु नथी.!!थोडॉ डर पण लागे छे,
आपणा बंनेमां घणु साम्य छे,
पण घणी वस्तुओ मारामां एवी छे के तमे तेने केम नीभावशो..?
हु साव नोखी माटीनी घडायेली छु.
मारो मिजाज,मारी मगरूरी,मारी सन्मान आपवानी रीत
शु तमे मने सहन करी शकशो?

मने मारा पर संपुर्ण विश्वास छे पण,
तमारा पर विश्वास राखता डर लागे छे..
मैत्री तो सरखानी ज टकी शके”
शु तमोने पहेलानी मारी जिंदगीनी खबर छे….?”

मे फक्त एटलु ज कह्यु,
“हु तमारी साथे आगळ वधवा मांगु छु,
कोइना भूतकाळमां हु फेरफार करी शकु एटलो सक्षम नथी,
पण हा,वर्तमान अने भविष्यकाळ आपणे सहियारी रीते
आपणो गमतो बनावीशु…”

हु मोढेथी वचन नही आपु,मारी आंखोमां वांची लो,
शु तमोने झळहळतुं आपणु भविष्य देखाय छे..?

मारी आंखोने वांचीने ए कहे छे,
आवा मनुष्यनी बुध्धिने जगत नमे-
मनुष्य स्वभाव पारखवानी तमारी शकित गजबनी छे
मारी भाषामां मारा जेवा माणस लागो छो..”
पण क्यारेक
आंखनी भाषाथी जरा आगळ वधो
ह्रदयनी भाषा वांचवानी तस्दी आपो
ह्रदय तो वापरे ज किंमत वधे छे.”
एनी वाकछट्टा साथेनो अदभूत अवाजनो
सामनो थता अंते ह्रदय बोलवा मजबूर थइ गयुं.

पछी ए आगळ बोली,

तमारा कलप्ना प्रदेशनी सुंदरीओ बहुं सुंदर होय छे,
ने एमने सुंदर बनाववामां शब्दोना रंग भरवा
कलाकारने सष्टानो आंनद होय मळतो होय छे
तमारी ए कलप्नामूर्ति वास्तविक जगतमां
शु तमारा जीवनमां जोवा मांगो छो खरा?

में फकत एटलु कह्यु,”अत्यार सुधी एने तो जोतो हतो
अने सांभळतो हतो..”

मारी वात सांभळीने पहेलीवार ए स्त्रीमां मुग्धतानी
मार्दवता एना स्निग्ध चहेरा पर फेलाती जोइ..
नीचे जोइने ए बोली,”शु तमे पण मजाक करो छो,
हु तमारी कल्पनामूर्तिने लायक थइ शकु एवो एक पण
अंश धरावती नथी..”

एनी चहेराने हडपचीथी जरा उचो करी अने आंख मांडी
ने मे कह्यु,”

“महोतरमा,कल्पनाना टाकणाथी आरसनी मूर्तिमां सुंदरतानो
पूर्ण विकाश कोतरी शकाय…पण
मारे तो लागणीना टाकणाथी जींवत सौंदर्यनी मूर्तिमां
शब्दोनां रंगो भरी नवो आकार आपवानो छे…
अने ए नवो आकार मारी कल्पनामूर्तिथी वधु
जाजरमान,देदीप्याम अने द्रश्यप्रिय हशे…”

जवाबमां एने कह्यु?
जो आ सौभाग्य मने मळतुं तो आजथी
महोतरमाने तमारी रीते कंडारवानी छुट आपु छु
पण
खरो सहचार साथे ह्रदयनी विशाळता,
अंतरनी उंडी समज,
निखालसपणु अने
प्रियना दोषोने चलावी लेवानी वृति
एनाथी पण उपर एने प्रिय करवानी
कला उपर रचाय छे
बे ह्रदयनु एक होवानु एक होवानुं
मजबूत बंधननु काव्य…
-नरेश के.डॉडीया
એ સાંજ મારે હૈયે લખાય ગઇ.
એક સંસ્કારીક રસિક યુવતીની સાહિત્યરસિકતા,
વ્યવાહરબુધ્ધિ,સાથે
આત્મગૌરવ અને અડગતા અને આત્મવિશ્વાસ
સાથે સાથે એની ભયંકર એકલતાંની મને ઝાંખી થઇ હતી.
પરિચયની સાથે આત્મિયતા પમરતો બાગ વિકસતો રહ્યો
વાર્તાના પ્રકરણોની જેમ રોજ એને વાંચતો રહ્યો
ને પ્રકરણે પ્રકરણે નશાકારી રહસ્યો ખોલતી રહી
જેમ શરાબ જુનો થાય એનો નશામાં નમણાશ વધતી જાય
બસ આવુ જ કંઇક એનુ હતુ…
હજુ તો એક પ્રકરણના નશામાથી બહાર નીકળ્યો ના હોઉ ને
એક નવા પ્રકરણ રૂપે સામે આવી જાય..
સ્વલિખિત એને જે કંઇ ગમે એવુ વચ્ચે ઉમેરતી રહે
ક્યારેક લખે,”તમારી કલ્પનામાં એવો તે શુ જાદુ છે?
કે એમાંથી નીકળી શકાતુ નથી.!!થોડૉ ડર પણ લાગે છે,
આપણા બંનેમાં ઘણુ સામ્ય છે,
પણ ઘણી વસ્તુઓ મારામાં એવી છે કે તમે તેને કેમ નીભાવશો..?
હુ સાવ નોખી માટીની ઘડાયેલી છુ.
મારો મિજાજ,મારી મગરૂરી,મારી સન્માન આપવાની રીત
શુ તમે મને સહન કરી શકશો?
મને મારા પર સંપુર્ણ વિશ્વાસ છે પણ,
તમારા પર વિશ્વાસ રાખતા ડર લાગે છે..
મૈત્રી તો સરખાની જ ટકી શકે”
શુ તમોને પહેલાની મારી જિંદગીની ખબર છે….?”
મે ફક્ત એટલુ જ કહ્યુ,
“હુ તમારી સાથે આગળ વધવા માંગુ છુ,
કોઇના ભૂતકાળમાં હુ ફેરફાર કરી શકુ એટલો સક્ષમ નથી,
પણ હા,વર્તમાન અને ભવિષ્યકાળ આપણે સહિયારી રીતે
આપણો ગમતો બનાવીશુ…”
હુ મોઢેથી વચન નહી આપુ,મારી આંખોમાં વાંચી લો,
શુ તમોને ઝળહળતું આપણુ ભવિષ્ય દેખાય છે..?
મારી આંખોને વાંચીને એ કહે છે,
આવા મનુષ્યની બુધ્ધિને જગત નમે-
મનુષ્ય સ્વભાવ પારખવાની તમારી શકિત ગજબની છે
મારી ભાષામાં મારા જેવા માણસ લાગો છો..”
પણ ક્યારેક
આંખની ભાષાથી જરા આગળ વધો
હ્રદયની ભાષા વાંચવાની તસ્દી આપો
હ્રદય તો વાપરે જ કિંમત વધે છે.”
એની વાકછટ્ટા સાથેનો અદભૂત અવાજનો
સામનો થતા અંતે હ્રદય બોલવા મજબૂર થઇ ગયું.
પછી એ આગળ બોલી,
તમારા કલપ્ના પ્રદેશની સુંદરીઓ બહું સુંદર હોય છે,
ને એમને સુંદર બનાવવામાં શબ્દોના રંગ ભરવા
કલાકારને સષ્ટાનો આંનદ હોય મળતો હોય છે
તમારી એ કલપ્નામૂર્તિ વાસ્તવિક જગતમાં
શુ તમારા જીવનમાં જોવા માંગો છો ખરા?
મેં ફકત એટલુ કહ્યુ,”અત્યાર સુધી એને તો જોતો હતો
અને સાંભળતો હતો..”
મારી વાત સાંભળીને પહેલીવાર એ સ્ત્રીમાં મુગ્ધતાની
માર્દવતા એના સ્નિગ્ધ ચહેરા પર ફેલાતી જોઇ..
નીચે જોઇને એ બોલી,”શુ તમે પણ મજાક કરો છો,
હુ તમારી કલ્પનામૂર્તિને લાયક થઇ શકુ એવો એક પણ
અંશ ધરાવતી નથી..”
એની ચહેરાને હડપચીથી જરા ઉચો કરી અને આંખ માંડી
ને મે કહ્યુ,”
“મહોતરમા,કલ્પનાના ટાકણાથી આરસની મૂર્તિમાં સુંદરતાનો
પૂર્ણ વિકાશ કોતરી શકાય…પણ
મારે તો લાગણીના ટાકણાથી જીંવત સૌંદર્યની મૂર્તિમાં
શબ્દોનાં રંગો ભરી નવો આકાર આપવાનો છે…
અને એ નવો આકાર મારી કલ્પનામૂર્તિથી વધુ
જાજરમાન,દેદીપ્યામ અને દ્રશ્યપ્રિય હશે…”
જવાબમાં એને કહ્યુ?
જો આ સૌભાગ્ય મને મળતું તો આજથી
મહોતરમાને તમારી રીતે કંડારવાની છુટ આપુ છુ
પણ
ખરો સહચાર સાથે હ્રદયની વિશાળતા,
અંતરની ઉંડી સમજ,
નિખાલસપણુ અને
પ્રિયના દોષોને ચલાવી લેવાની વૃતિ
એનાથી પણ ઉપર એને પ્રિય કરવાની
કલા ઉપર રચાય છે
બે હ્રદયનુ એક હોવાનુ એક હોવાનું
મજબૂત બંધનનુ કાવ્ય…
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment