तुं एनी शांत आंखो वांचवानी कोशिश कर Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तुं एनी शांत आंखो वांचवानी कोशिश कर Gujarati Gazal By Naresh K. Dodia |
तुं एनी शांत आंखो वांचवानी कोशिश कर
पछी त्यां स्थान तारुं स्थापवानी कोशिश कर.
हवे ए याद पण करतां नथी एवुं ना बोल
तुं एनां दिलमा खुदने शोधवानी कोशिश कर
छलकतां प्रेमथी आखुं जगत जीताइ छे
पलळती कोइ आंखो लूंछवानी कोशिश कर
भले एनी अदामां वीजळीनो हो रणकार
कदी तुं मोरलो थइ नाचवानी कोशिश कर
कदी एकांतमां तुं खळभळीने जोइ ले
पछी तुं प्यार जेवुं पामवानी कोशिश कर
समयनुं कोइ चोक्कस माप ना काढी शकशो
विरहनो एक गाळो माणवानी कोशिश कर
सवायुं आपवानुं होय छे जे पाम्युं छे
वचन आप्युं तो एने पाळवानी कोशिश कर
जुदाइनी बधी वसमी घडी स्हेवानी छे
छता पण स्मित च्हेरे राखवानी कोशिश कर
जमावट एक सरखी जिंदगीमां क्यां होय?
नकामुं होय एवुं काढवानी कोशिश कर
महोतरमांने शब्दोथी सतत आराधे छे,
एने तुं दाद दइने मांगवानी कोशिश कर
-नरेश के.डॉडीया
તું મારી શાંત આંખો વાંચવાની કોશિશ કર
પછી ત્યાં સ્થાન તારું સ્થાપવાની કોશિશ કર.
હવે એ યાદ પણ કરતાં નથી એવું ના બોલ
તું એનાં દિલમા ખુદને શોધવાની કોશિશ કર
છલકતાં પ્રેમથી આખું જગત જીતાઇ છે
પલળતી કોઇ આંખો લૂંછવાની કોશિશ કર
ભલે એની અદામાં વીજળીનો હો રણકાર
કદી તું મોરલો થઇ નાચવાની કોશિશ કર
કદી એકાંતમાં તું ખળભળીને જોઇ લે
પછી તું પ્યાર જેવું પામવાની કોશિશ કર
સમયનું કોઇ ચોક્કસ માપ ના કાઢી શકશો
વિરહનો એક ગાળો માણવાની કોશિશ કર
સવાયું આપવાનું હોય છે જે પામ્યું છે
વચન આપ્યું તો એને પાળવાની કોશિશ કર
જુદાઇની બધી વસમી ઘડી સ્હેવાની છે
છતા પણ સ્મિત ચ્હેરે રાખવાની કોશિશ કર
જમાવટ એક સરખી જિંદગીમાં ક્યાં હોય?
નકામું હોય એવું કાઢવાની કોશિશ કર
મહોતરમાં હું શબ્દોથી સતત આરાધું છું
મને તું દાદ આપી માંગવાની કોશિશ કર
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment