वृक्षने वस्त्रो बनावी कोइ प्हेरी ना शके Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| वृक्षने वस्त्रो बनावी कोइ प्हेरी ना शके Gujarati Gazal By Naresh K. Dodia |
वृक्षने वस्त्रो बनावी कोइ प्हेरी ना शके
तोय कागळना पनामां ढळतां रोकी ना शके
थइ जतां जोया छे जंगलने अमे वेरान रण
श्हेरनुं बाळक गुगलमां टहुका शोधी ना शके
ज्यां सुधी तारूं चमकवुं,त्यां सुधी राजा छे तुं
उगता चांदाने सूरज ढळता कै बोली ना शके
एक वखते डाळ संतुलन गुमावी दे पछी
कोइ पंखी एमनो माळॉ बचावी ना शके
मालधारी जेम रखडुं शब्दनां धण लइने हुं
शब्द मारी जेम खीले कोइ बांधी ना शके
पामवा जेने सतत दोड्या करे छे दोस्त तुं
दर्द तारा पगना छालानुं ए वांची ना शके
ज्यां “महोतरमाने कबजेदार जेवी साचवी
दिल छे मारूं अन्य आवी त्यां बिराजी ना शके
– नरेश के. डॉडीया
વૃક્ષને વસ્ત્રો બનાવી કોઇ પ્હેરી ના શકે
તોય કાગળના પનામાં ઢળતાં રોકી ના શકે
તોય કાગળના પનામાં ઢળતાં રોકી ના શકે
થઇ જતાં જોયા છે જંગલને અમે વેરાન રણ
શ્હેરનું બાળક ગુગલમાં ટહુકા શોધી ના શકે
શ્હેરનું બાળક ગુગલમાં ટહુકા શોધી ના શકે
જ્યાં સુધી તારૂં ચમકવું,ત્યાં સુધી રાજા છે તું
ઉગતા ચાંદાને સૂરજ ઢળતા કૈ બોલી ના શકે
ઉગતા ચાંદાને સૂરજ ઢળતા કૈ બોલી ના શકે
એક વખતે ડાળ સંતુલન ગુમાવી દે પછી
કોઇ પંખી એમનો માળૉ બચાવી ના શકે
કોઇ પંખી એમનો માળૉ બચાવી ના શકે
માલધારી જેમ રખડું શબ્દનાં ધણ લઇને હું
શબ્દ મારી જેમ ખીલે કોઇ બાંધી ના શકે
શબ્દ મારી જેમ ખીલે કોઇ બાંધી ના શકે
પામવા જેને સતત દોડ્યા કરે છે દોસ્ત તું
દર્દ તારા પગના છાલાનું એ વાંચી ના શકે
દર્દ તારા પગના છાલાનું એ વાંચી ના શકે
જ્યાં “મહોતરમાને કબજેદાર જેવી સાચવી
દિલ છે મારૂં અન્ય આવી ત્યાં બિરાજી ના શકે
– નરેશ કે. ડૉડીયા
દિલ છે મારૂં અન્ય આવી ત્યાં બિરાજી ના શકે
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment