रक्तथी रंजीत जेनो इतिहास होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| रक्तथी रंजीत जेनो इतिहास होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
रक्तथी रंजीत जेनो इतिहास होय छे
पीठ पाछळ घाव देनारा खास होय छे
वेदना शायरनी क्यां देखाय शब्दमां
कैक मुंगा धावथी लथबथ प्रास होय छे
आंखनी भाषा भरोसा-लायक नथी हवे
आंसुथी छेतरवानो करतब रास होय छे
होय छे अंगत ए संगत छोडे नही कदी
साथ चाले नां छता पण सहवास होय छे
नां पूरावा मांग तुं मारी लागणीओनां
ओ सखी! दरिया नदी क्यां पासोपास होय छे
एकनो आधार जीवनमां जोइए सतत
दूर वसता हो छतां दिलमां वास होय छे
बे कबूतर मौज मस्ती धरना छजे करे
कोइने तकरार करवा आवास होय छे
ए “महोतरमाथी” कायम आधे हुं रहुं छतां
ख्वाब मळवानो मने पीळॉ पास होय छे
-नरेश के.डॉडीया
રક્તથી રંજીત જેનો ઇતિહાસ હોય છે
પીઠ પાછળ ઘાવ દેનારા ખાસ હોય છે
વેદના શાયરની ક્યાં દેખાય શબ્દમાં
કૈક મુંગા ધાવથી લથબથ પ્રાસ હોય છે
આંખની ભાષા ભરોસા-લાયક નથી હવે
આંસુથી છેતરવાનો કરતબ રાસ હોય છે
હોય છે અંગત એ સંગત છોડે નહી કદી
સાથ ચાલે નાં છતા પણ સહવાસ હોય છે
નાં પૂરાવા માંગ તું મારી લાગણીઓનાં
ઓ સખી! દરિયા નદી ક્યાં પાસોપાસ હોય છે
એકનો આધાર જીવનમાં જોઇએ સતત
દૂર વસતા હો છતાં દિલમાં વાસ હોય છે
બે કબૂતર મૌજ મસ્તી ધરના છજે કરે
કોઇને તકરાર કરવા આવાસ હોય છે
એ “મહોતરમાથી” કાયમ આધે હું રહું છતાં
ખ્વાબ મળવાનો મને પીળૉ પાસ હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment