तुं नथी तो याद तारी चो-तरफ अथडाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तुं नथी तो याद तारी चो-तरफ अथडाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
तुं नथी तो याद तारी चो-तरफ अथडाय छे
साव खाली ओरडा सम दिलमां ए पडधाय छे
रोज रस्ते राहदारी जोइने थाक्यो छुं हु
एक सरखा माणसो जोइ नजर शरमाय छे
कोइनी अणसारमां तारो इशारो ना मळे
मात्र वरतारो मने चारे दिशा वर्ताय छे
तुं भूली गइ छे हवे यादोमां लखवानु भले
ने अहीया यादना भारणमां पळ धरबाय छे
आंखनो मारो धरम छे ताकवी तारी छबी
रोज अपलक जोंउ पण तुं क्यां हवे मलकाय छे
थाय छे शुं?ने थशे शुं? ए विचारोमां सतत
एक नक्कर सत्यथी तकरार कायम थाय छे
रोज पडखा हुं बदलतो उंधमां ने जागतां
आ पथारीनी सळॉमां कामना कचराय छे
मारुं अडधुं अंग मारी आंखथी आधे वसे
एक तारा स्पर्श काजे आयखुं आ जाय छे
तुं नथी मारी छतां तने हथेळीमां भरू
हाथमा आवे छतां तुं कयां हवे पकडाय छे
शब्द मारा बोलकां बाळक समां कलबल करे
मौन तारुं होठ पर क्यां कारणे छलकाय छे?
बस करो प्यारी “महोतरमां” तमारी आ रमत
दाव हारेला जुगारीथी हवे क्यां जीताय छे
-नरेश के.डॉडीया
તું નથી તો યાદ તારી ચો-તરફ અથડાય છે
સાવ ખાલી ઓરડા સમ દિલમાં એ પડધાય છે
રોજ રસ્તે રાહદારી જોઇને થાક્યો છું હુ
એક સરખા માણસો જોઇ નજર શરમાય છે
કોઇની અણસારમાં તારો ઇશારો ના મળે
માત્ર વરતારો મને ચારે દિશા વર્તાય છે
તું ભૂલી ગઇ છે હવે યાદોમાં લખવાનુ ભલે
ને અહીયા યાદના ભારણમાં પળ ધરબાય છે
આંખનો મારો ધરમ છે તાકવી તારી છબી
રોજ અપલક જોંઉ પણ તું ક્યાં હવે મલકાય છે
થાય છે શું?ને થશે શું? એ વિચારોમાં સતત
એક નક્કર સત્યથી તકરાર કાયમ થાય છે
રોજ પડખા હું બદલતો ઉંધમાં ને જાગતાં
આ પથારીની સળૉમાં કામના કચરાય છે
મારું અડધું અંગ મારી આંખથી આધે વસે
એક તારા સ્પર્શ કાજે આયખું આ જાય છે
તું નથી મારી છતાં તને હથેળીમાં ભરૂ
હાથમા આવે છતાં તું કયાં હવે પકડાય છે
શબ્દ મારા બોલકાં બાળક સમાં કલબલ કરે
મૌન તારું હોઠ પર ક્યાં કારણે છલકાય છે?
બસ કરો પ્યારી “મહોતરમાં” તમારી આ રમત
દાવ હારેલા જુગારીથી હવે ક્યાં જીતાય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment