नथी प्यासी छता मारी तरस जारी रहे छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
नथी प्यासी छता मारी तरस जारी रहे छे Gujarati Gazal By Naresh K. Dodia |
नथी प्यासी छता मारी तरस जारी रहे छे
छुं नक्कर तोय कोमळ भावनी बारी रहे छे
उदासी एकधारी दूर रहेती होय कायम
तुं ज्यारे ना मळे तो मन जरा भारी रहे छे
अमोए खानगीमा लागणी बेफाम धीरी
तो पण तारूं वलण क्यारेक सरकारी रहे छे
छुपाव्या छे भरम ने भेद जग सामे तमोए
ने माभो एक छे मारो,जे दरबारी रहे छे
हशे जो आखमा समजणनी व्हेती कोइ धारा
परख द्रश्योनी आंखोनेय परबारी रहे छे
तमारी छे तमारी साथमा राखो तो सारूं
सलाहोनी नदी ए कारणथी खारी रहे छे
“महोतरमां” तुं मारुं दर्द मारा ने दवा पण
हजारो दर्दना मारणमां असर तारी रहे छे
-नरेश के.डॉडीया
નથી પ્યાસી છતા મારી તરસ જારી રહે છે
છું નક્કર તોય કોમળ ભાવની બારી રહે છે
ઉદાસી એકધારી દૂર રહેતી હોય કાયમ
તું જ્યારે ના મળે તો મન જરા ભારી રહે છે
અમોએ ખાનગીમા લાગણી બેફામ ધીરી
તો પણ તારૂં વલણ ક્યારેક સરકારી રહે છે
છુપાવ્યા છે ભરમ ને ભેદ જગ સામે તમોએ
ને માભો એક છે મારો,જે દરબારી રહે છે
હશે જો આખમા સમજણની વ્હેતી કોઇ ધારા
પરખ દ્રશ્યોની આંખોનેય પરબારી રહે છે
તમારી છે તમારી સાથમા રાખો તો સારૂં
સલાહોની નદી એ કારણથી ખારી રહે છે
“મહોતરમાં” તું મારું દર્દ મારા ને દવા પણ
હજારો દર્દના મારણમાં અસર તારી રહે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a Comment