एक इच्छानु सौने वळगण होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| एक इच्छानु सौने वळगण होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
एक इच्छानु सौने वळगण होय छे
सौना दिलमां एक गमतुं जण होय छे
एक लाचारी मने कायम खटके छे
जीव सालो प्रेममां मांगण होय छे
एक कण वटवृक्ष रूपे फेलाय जाय
बीजने धरतीनुं ज्यां सगपण होय छे
एटली तीखाश वाणीमां जोइए
बणबणे जीवात ज्यां गणपण होय छे
ए ज रीते माछली वींधाइ गइ’ती
चार आंखो जेम मळवानी क्षण होय छे
कां बळतरां होय अथवां ठंडक मळे
आंखमां कां रण,का तो श्रावण होय छे
हुं जुदाइमां विरहनां काव्यो लखुं
जागरणमां शब्दनुं तर्पण होय छे
गोधुली वेळा समुं आंखोमां वळे
सांज पडतां यादनु तारूं धण होय छे
ओ “महोतरमां” घटाडॉ दूरीनो कर
हस्त रेखामां धणा तारण होय छे.
-नरेश के.डॉडीया
એક ઇચ્છાનુ સૌને વળગણ હોય છે
સૌના દિલમાં એક ગમતું જણ હોય છે
એક લાચારી મને કાયમ ખટકે છે
જીવ સાલો પ્રેમમાં માંગણ હોય છે
એક કણ વટવૃક્ષ રૂપે ફેલાય જાય
બીજને ધરતીનું જ્યાં સગપણ હોય છે
એટલી તીખાશ વાણીમાં જોઇએ
બણબણે જીવાત જ્યાં ગણપણ હોય છે
એ જ રીતે માછલી વીંધાઇ ગઇ’તી
ચાર આંખો જેમ મળવાની ક્ષણ હોય છે
કાં બળતરાં હોય અથવાં ઠંડક મળે
આંખમાં કાં રણ,કા તો શ્રાવણ હોય છે
હું જુદાઇમાં વિરહનાં કાવ્યો લખું
જાગરણમાં શબ્દનું તર્પણ હોય છે
ગોધુલી વેળા સમું આંખોમાં વળે
સાંજ પડતાં યાદનુ તારૂં ધણ હોય છે
ઓ “મહોતરમાં” ઘટાડૉ દૂરીનો કર
હસ્ત રેખામાં ધણા તારણ હોય છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal

No comments:
Post a Comment