एवुं नथी के प्रेममां बे जण पड्या नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| एवुं नथी के प्रेममां बे जण पड्या नथी Gujarati Gazal By Naresh K. Dodia |
एवुं नथी के प्रेममां बे जण पड्या नथी
आशा हती ए हदथी आगळ पण वध्या नथी
माणी शकी एवी पळॉ माणी नही कदी
अरमान तारा जोइए त्या खळभळ्या नथी
देवी कही धरतो हतो तारा चरण गझल
शब्दोने ते आराधनां मारी गण्या नथी
हुं श्वास रोकी क्या सुधी जीवी शकुं तुं बोल?
उपचार जेवां कार्य करवानां गम्या नथी
तारा विनानी सांज केवी आकरी छे रोज
तुं गइ तो में घेला बनी काव्यो लख्या नथी
कारण विनां हुं जीववा खातर जीवुं छु आज
ए स्मितनां कारण कदी पाछा फर्या नथी
मारुं जीवन तारी अमानत कयां सुधी गणुं?
जे बे मळेला जीव कहे पण ए मळ्या नथी
टयुलीपनां फूलो महोतरमाने बहुं गमे
ए गइ पछी मारा बगीचे ए उग्या नथी
-नरेश के.डॉडीया
એવું નથી કે પ્રેમમાં બે જણ પડ્યા નથી
આશા હતી એ હદથી આગળ પણ વધ્યા નથી
માણી શકી એવી પળૉ માણી નહી કદી
અરમાન તારા જોઇએ ત્યા ખળભળ્યા નથી
દેવી કહી ધરતો હતો તારા ચરણ ગઝલ
શબ્દોને તે આરાધનાં મારી ગણ્યા નથી
હું શ્વાસ રોકી ક્યા સુધી જીવી શકું તું બોલ?
ઉપચાર જેવાં કાર્ય કરવાનાં ગમ્યા નથી
તારા વિનાની સાંજ કેવી આકરી છે રોજ
તું ગઇ તો મેં ઘેલા બની કાવ્યો લખ્યા નથી
કારણ વિનાં હું જીવવા ખાતર જીવું છુ આજ
એ સ્મિતનાં કારણ કદી પાછા ફર્યા નથી
મારું જીવન તારી અમાનત કયાં સુધી ગણું?
જે બે મળેલા જીવ કહે પણ એ મળ્યા નથી
ટયુલીપનાં ફૂલો મહોતરમાને બહું ગમે
એ ગઇ પછી મારા બગીચે એ ઉગ્યા નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal

No comments:
Post a Comment