एना मौनने समजवुं आटला वरसे मारा माटे अधरू छे Gujarati Kavita By Naresh K. Dodia

एना मौनने समजवुं आटला वरसे मारा माटे अधरू छे Gujarati Kavita By Naresh K. Dodia
एना मौनने समजवुं आटला वरसे मारा माटे अधरू छे Gujarati Kavita By Naresh K. Dodia
एना मौनने समजवुं आटला वरसे मारा माटे अधरू छे
छतां पण एनां शब्दो वांचीने
ए मने कही शकती नथी
एने वांचवानी अने समजवानी लगातार कोशिश करू छु.
समजाय तो ठीक छे,पण हवे हुं एनी पासे पहेला जेम
चोखवट करावतो नथी

आटलां वरसोनां शब्दोनां सहवाशमां में तो खुब लख्यु
फकत अने फकत एनां माटे ज लख्यु अने हजुं लखुं छुं

एक समये अमे बंने गळाडुब प्रेममां हतां
धीरे धीरे अमे बंने समयनां घसमसतां प्रवाहोनी
थपाटॉ खाइने अलग अलग किनारे पहोची गया

क्यारेक क्यारेक ए एकली पडे छे त्यारे मने
ए खुब याद करती होय छे ए हुं जाणुं छु..
हवे ए मारा जुना साचवेला एनी पसंदगीनां
इमेइल मने रीसेन्ड करे छे अने कहे छे
हुं आजे फ्री हती तो तारा जुना इमेइल वांचती हती
मने खबर छे..माणस गमे तेटलो काममां मशगुल रहेतो होय
पण नवराशनां समयमां एनां “कम्फर्टझोन”मां पहोची जाय छे

कारणके साचो प्रेम एवी बला छे जे एकवार
जेनी साथे थाय छे,एनी साथे ब्रेकअप थाय तो
पण फरी वार एनी ज साथे थाय छे..

एने प्रेम विशे खुब लख्यु अने में पण प्रेम विशे खुब लख्यु
आटलां वरसो पछी एक वात मने चोक्क्स समजमां आवी के

अमे बंने ए प्रेम विशे जे कंइ लख्यु छे
एवो प्रेम कदी एने कर्यो नथी अने
ना तो हुं मे लख्यु छे एवो प्रेम करी शक्यो छु

हा…आजे अमे पहेलां जेवां गळाडुब प्रेममां नथी पण
एक बीजानां प्रेममां आजे पण अटवायेला छीए
मौननी एक ज खीटीमां टांगेलां बे कपडा जेवां
– नरेश के. डॉडीया
એના મૌનને સમજવું આટલા વરસે મારા માટે અધરૂ છે
છતાં પણ એનાં શબ્દો વાંચીને
એ મને કહી શકતી નથી
એને વાંચવાની અને સમજવાની લગાતાર કોશિશ કરૂ છુ.
સમજાય તો ઠીક છે,પણ હવે હું એની પાસે પહેલા જેમ
ચોખવટ કરાવતો નથી

આટલાં વરસોનાં શબ્દોનાં સહવાશમાં મેં તો ખુબ લખ્યુ
ફકત અને ફકત એનાં માટે જ લખ્યુ અને હજું લખું છું

એક સમયે અમે બંને ગળાડુબ પ્રેમમાં હતાં
ધીરે ધીરે અમે બંને સમયનાં ઘસમસતાં પ્રવાહોની
થપાટૉ ખાઇને અલગ અલગ કિનારે પહોચી ગયા

ક્યારેક ક્યારેક એ એકલી પડે છે ત્યારે મને
એ ખુબ યાદ કરતી હોય છે એ હું જાણું છુ..
હવે એ મારા જુના સાચવેલા એની પસંદગીનાં
ઇમેઇલ મને રીસેન્ડ કરે છે અને કહે છે
હું આજે ફ્રી હતી તો તારા જુના ઇમેઇલ વાંચતી હતી
મને ખબર છે..માણસ ગમે તેટલો કામમાં મશગુલ રહેતો હોય
પણ નવરાશનાં સમયમાં એનાં “કમ્ફર્ટઝોન”માં પહોચી જાય છે

કારણકે સાચો પ્રેમ એવી બલા છે જે એકવાર
જેની સાથે થાય છે,એની સાથે બ્રેકઅપ થાય તો
પણ ફરી વાર એની જ સાથે થાય છે..

એને પ્રેમ વિશે ખુબ લખ્યુ અને મેં પણ પ્રેમ વિશે ખુબ લખ્યુ
આટલાં વરસો પછી એક વાત મને ચોક્ક્સ સમજમાં આવી કે

અમે બંને એ પ્રેમ વિશે જે કંઇ લખ્યુ છે
એવો પ્રેમ કદી એને કર્યો નથી અને
ના તો હું મે લખ્યુ છે એવો પ્રેમ કરી શક્યો છુ

હા…આજે અમે પહેલાં જેવાં ગળાડુબ પ્રેમમાં નથી પણ
એક બીજાનાં પ્રેમમાં આજે પણ અટવાયેલા છીએ
મૌનની એક જ ખીટીમાં ટાંગેલાં બે કપડા જેવાં
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment