ते मारी चुपकीदीने नकारी छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
ते मारी चुपकीदीने नकारी छे Gujarati Gazal By Naresh K. Dodia |
ते मारी चुपकीदीने नकारी छे
ते मारी दुखती रगने दबावी छे
अमे किस्मतने ठोकर मारी सामेथी
कह्युं कोईए तुं सामेथी आवी छे
कर्यु छे एकी साथे कामनानुं श्राध्ध
घणी जन्मीने पळमां मृत पामी छे
नथी कोई तारा जेवी जाणुं छुं
में मनमानी ए कारणथी चलावी छे
जीवनमां कोइ आवे तो ए जाई छे
तने चाही हकीकत ए पीछाणी छे
अमे संताप वेठीने हसीए रोज
गझलकारोनी आ साची नीशानी छे
घणानी एक-सरखी वेदना जोई
घणा प्रेमीओना चहेरे सवाली छे
महोतरमां जवा दो कइ नथी कहेवुं
अमारा शब्दमां ताकात भारी छे
- नरेश के. डोडीया
તે મારી ચુપકીદીને નકારી છે
તે મારી દુખતી રગને દબાવી છે
અમે કિસ્મતને ઠોકર મારી સામેથી
કહ્યું કોઈએ તું સામેથી આવી છે
કર્યુ છે એકી સાથે કામનાનું શ્રાધ્ધ
ઘણી જન્મીને પળમાં મૃત પામી છે
નથી કોઈ તારા જેવી જાણું છું
મેં મનમાની એ કારણથી ચલાવી છે
જીવનમાં કોઇ આવે તો એ જાઈ છે
તને ચાહી હકીકત એ પીછાણી છે
અમે સંતાપ વેઠીને હસીએ રોજ
ગઝલકારોની આ સાચી નીશાની છે
ઘણાની એક-સરખી વેદના જોઈ
ઘણા પ્રેમીઓના ચહેરે સવાલી છે
મહોતરમાં જવા દો કઇ નથી કહેવું
અમારા શબ્દમાં તાકાત ભારી છે
- નરેશ કે. ડોડીયા
Labels:
Gujarati Gazals
ખુબ જ સુંદર રચનાઓ
ReplyDelete