मारी ज नाकामी उपर हसतो हतो कोण मानशे? Gujarati Gazal By Naresh K. Dodia

मारी ज नाकामी उपर हसतो हतो कोण मानशे? Gujarati Gazal By Naresh K. Dodia
मारी ज नाकामी उपर हसतो हतो कोण मानशे? Gujarati Gazal By Naresh K. Dodia
मारी ज नाकामी उपर हसतो हतो कोण मानशे?
ने नाम मोटुं लइ सदा फरतो हतो कोण मानशे?

जेना मुखेथी वाह सांभळवा तडपतो रह्यो सदा
ए मानवीने रोज हूं भजतो हतो कोण मानशे?

फूलो बगीचानी वात में मारी गझलमां लखी सदा
हुं पानखरना गाममां वसतो हतो कोण मानशे?

जे भर-बजारे धोम तडके नीकळी शोधवा मने?
हुं नाम झाकळ जेमनुं लखतो हतो कोण मानशे?

ज्यांज्या गयो त्यां मे वसंतोना काव्य गाया हता सदा
एना विरहनी आगमां जलतो हतो कोण मानशे?

फूलो समो देखाव हुं करतो रह्यो जिंदगी पूरी
हुं भग्नदिलथी शायरी करतो हतो कोण मानशे?

आप्युं नही एने कदी पण स्थान मनगमतुं कायमी 
तोये "महोतरमाने" हुं गमतो हतो कोण मानशे 
-नरेश के.डॉडीया
મારી જ નાકામી ઉપર હસતો હતો કોણ માનશે?
ને નામ મોટું લઇ સદા ફરતો હતો કોણ માનશે?

જેના મુખેથી વાહ સાંભળવા તડપતો રહ્યો સદા
એ માનવીને રોજ હૂં ભજતો હતો કોણ માનશે?

ફૂલો બગીચાની વાત મેં મારી ગઝલમાં લખી સદા
હું પાનખરના ગામમાં વસતો હતો કોણ માનશે?

જે ભર-બજારે ધોમ તડકે નીકળી શોધવા મને?
હું નામ ઝાકળ જેમનું લખતો હતો કોણ માનશે?

જ્યાંજ્યા ગયો ત્યાં મે વસંતોના કાવ્ય ગાયા હતા સદા
એના વિરહની આગમાં જલતો હતો કોણ માનશે?

ફૂલો સમો દેખાવ હું કરતો રહ્યો જિંદગી પૂરી
હું ભગ્ન દિલથી શાયરી કરતો હતો કોણ માનશે?

આપ્યું નહી એને કદી પણ સ્થાન મનગમતું કાયમી         
તો યે મહોતરમાંને હું ગમતો હતો કોણ માનશે?       
-નરેશ કે.ડૉડીયા


      

Advertisement

No comments:

Post a Comment