वात मारी राखवानो एक मोको आप तुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
वात मारी राखवानो एक मोको आप तुं Gujarati Gazal By Naresh K. Dodia |
वात मारी राखवानो एक मोको आप तुं
जात तारी जाणवानो एक मोको आप तुं
एक रेशम दोरमां संबंधथी बंधांइ ग्या
तांतणाने ताणवानो एक मोको आप तुं
कोइ दी’आंकंठ पीवा क्यां मळे छे जाम थै
लागणीने गाळवानो एक मोको आप तुं
जी भरीने माणवानी क्षण बधी माणी हती
ए ज क्षणमां आववानो एक मोको आप तुं
रोज भीतरमा प्रवेशीने परत फरतो हतो
त्यां फरी पाछा जवानो एक मोको आप तुं
साव खालीखम ह्रदय लइ आवशे तो ना गमे
प्यार दिलमां लादवानो एक मोको आप तुं
जात मागणनी छे सधळी लागणीओनी अही
मांग मारी राखवानो एक मोको आप तुं
प्यारना नामे समजदारी तुं दाखवती रही
एक तारण तारवानो एक मोको आप तुं
आपणे तो शब्दनी पांखे उडीए आभमां
हाथ जाली चालवानो एक मोको आप तुं
कोण जाणे छे जनानांओना दिलमां शुं हशे?
प्यार आजे माणवानो एक मोको आप तुं
जामने बदले नयनथी रोज जे पाती हती?
ए फरीथी चाखवानो एक मोको आप तुं
छे”महोतरमां”फूलो जेवी तुं नमणी जातनी
बुंद झाकळनुं थवानो एक मोको आप तुं
-नरेश के.डॉडीया
વાત મારી રાખવાનો એક મોકો આપ તું
જાત તારી જાણવાનો એક મોકો આપ તું
એક રેશમ દોરમાં સંબંધથી બંધાંઇ ગ્યા
તાંતણાને તાણવાનો એક મોકો આપ તું
કોઇ દી’આંકંઠ પીવાને મળે છે ક્યાં મને?
લાગણીને ગાળવાનો એક મોકો આપ તું
જે જુની યાદો હતી ખોવાઇ ગઇ છે કાવ્યમાં
પ્યાર નવતર આપવાનો એક મોકો આપ તું
જી ભરીને માણવાની ક્ષણ બધી માણી હતી
એ જ ક્ષણમાં આવવાનો એક મોકો આપ તું
રોજ ભીતરમા પ્રવેશીને પરત ફરતો હતો
ત્યાં ફરી પાછા જવાનો એક મોકો આપ તું
સાવ ખાલીખમ હ્રદય લઇ આવશે તો ના ગમે
પ્યાર દિલમાં લાદવાનો એક મોકો આપ તું
જાત માગણની છે સધળી લાગણીઓની અહી
માંગ મારી રાખવાનો એક મોકો આપ તું
પ્યારના નામે સમજદારી તું દાખવતી રહી
એક તારણ તારવાનો એક મોકો આપ તું
આપણે તો શબ્દની પાંખે ઉડીએ આભમાં
સત્ય સાથે ચાલવાનો એક મોકો આપ તું
કોણ જાણે છે જનાનાંઓના દિલમાં શું હશે?
ભાવ સાચો માણવાનો એક મોકો આપ તું
જામને બદલે નયનથી રોજ જે પાતી હતી?
એ ફરીથી ચાખવાનો એક મોકો આપ તું
છે”મહોતરમાં”ફૂલો જેવી તું નમણી જાતની
બુંદ ઝાકળનું થવાનો એક મોકો આપ તું
-નરેશ કે.ડૉડીયા
જાત તારી જાણવાનો એક મોકો આપ તું
એક રેશમ દોરમાં સંબંધથી બંધાંઇ ગ્યા
તાંતણાને તાણવાનો એક મોકો આપ તું
કોઇ દી’આંકંઠ પીવાને મળે છે ક્યાં મને?
લાગણીને ગાળવાનો એક મોકો આપ તું
જે જુની યાદો હતી ખોવાઇ ગઇ છે કાવ્યમાં
પ્યાર નવતર આપવાનો એક મોકો આપ તું
જી ભરીને માણવાની ક્ષણ બધી માણી હતી
એ જ ક્ષણમાં આવવાનો એક મોકો આપ તું
રોજ ભીતરમા પ્રવેશીને પરત ફરતો હતો
ત્યાં ફરી પાછા જવાનો એક મોકો આપ તું
સાવ ખાલીખમ હ્રદય લઇ આવશે તો ના ગમે
પ્યાર દિલમાં લાદવાનો એક મોકો આપ તું
જાત માગણની છે સધળી લાગણીઓની અહી
માંગ મારી રાખવાનો એક મોકો આપ તું
પ્યારના નામે સમજદારી તું દાખવતી રહી
એક તારણ તારવાનો એક મોકો આપ તું
આપણે તો શબ્દની પાંખે ઉડીએ આભમાં
સત્ય સાથે ચાલવાનો એક મોકો આપ તું
કોણ જાણે છે જનાનાંઓના દિલમાં શું હશે?
ભાવ સાચો માણવાનો એક મોકો આપ તું
જામને બદલે નયનથી રોજ જે પાતી હતી?
એ ફરીથી ચાખવાનો એક મોકો આપ તું
છે”મહોતરમાં”ફૂલો જેવી તું નમણી જાતની
બુંદ ઝાકળનું થવાનો એક મોકો આપ તું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment