अमारी खानदानीनो कदी उपहास ना कर Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अमारी खानदानीनो कदी उपहास ना कर Gujarati Gazal By Naresh K. Dodia |
अमारी खानदानीनो कदी उपहास ना कर
बधाने हुं गमुं ए बाबते संवांद ना कर
तने गमतुं तुं तारा हाथमा राखे ए सारुं
जे मारूं छे कदी तुं एमनां अरमान ना कर
अमे तो लात ठपकारी छे तख्तो-ताजने पण
अमारी मगरूरी जोइने आंखो चार ना कर
तमारी छे तो तमने ए मुबारक भाइ मारा
सलाहोनो तु मारा पर सतत वरसाद ना कर
हु मारा मननो मालिक एकलोतो,बीजु ना कोइ
तु मारी वातने आ रीतथी अखबार ना कर
जीगर जोइए पोलादी आ चाहतनी गलीमां
मने त्या जोइ तारी जात पर बबडाट ना कर
“महोतरमां” तमारी साव सीधीने छे सादी
सदा मोढे चडावी एने मोधींडाट ना कर
-नरेश के.डॉडीया
અમારી ખાનદાનીનો કદી ઉપહાસ ના કર
બધાને હું ગમું એ બાબતે સંવાંદ ના કર
તને ગમતું તું તારા હાથમા રાખે એ સારું
જે મારૂં છે કદી તું એમનાં અરમાન ના કર
અમે તો લાત ઠપકારી છે તખ્તો-તાજને પણ
અમારી મગરૂરી જોઇને આંખો ચાર ના કર
તમારી છે તો તમને એ મુબારક ભાઇ મારા
સલાહોનો તુ મારા પર સતત વરસાદ ના કર
હુ મારા મનનો માલિક એકલોતો,બીજુ ના કોઇ
તુ મારી વાતને આ રીતથી અખબાર ના કર
જીગર જોઇએ પોલાદી આ ચાહતની ગલીમાં
મને ત્યા જોઇ તારી જાત પર બબડાટ ના કર
“મહોતરમાં” તમારી સાવ સીધીને છે સાદી
સદા મોઢે ચડાવી એને મોધીંડાટ ના કર
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment