ज्यारे तुं मने पहेली वार मळ्यो त्यारे Gujarati Kavita By Naresh K. Dodia

ज्यारे तुं मने पहेली वार मळ्यो त्यारे Gujarati Kavita By Naresh K. Dodia
ज्यारे तुं मने पहेली वार मळ्यो त्यारे Gujarati Kavita By Naresh K. Dodia
ज्यारे तुं मने पहेली वार मळ्यो त्यारे
तुं मने हमेशां कहेतो के,  

"मारी जिंदगीमां एक चोक्कस एक ध्येय हतो
जेमां लेखन अने साहित्यनुं कोइ स्थान नहोतुं."

तुं एक वास्तववादी अने बदलाता संजोगोने
ध्यानमां लइने जीवनारो एक धंधादारी माणस हतो...

जेनुं लक्ष्य एक ज हतुं..
पैसा अने धंधानो विकाश..
अने तारी साथेनी सतत सहियारी सफरमां
जिंदगीना एक नवा पहेलुनी जाणकारी मळी छे...
के जिंदगीमां पैसा सिवाय बीजु घणुं छे
पैसाथी खरीदी शकातुं नथी....

माणसने पैसाथी खरीदी शको
एनी पासेथी धार्यु काम करावी शको छो...
पण एनी लागणी पैसाथी खरीदी ना शकाय
अने जो प्रेम पैसाथी मळतो होय तो
दुनियानो कोइ अमीर माणस प्रेमनी बाबतमां
आटलो गरीब ना होत..


धीरे धीरे आपणे बंने शब्दोनां माध्यम थकी
एकबीजानी लागणीओनां विनियम करतां थइ गया
अने एक दिवस अचानक ते मने आश्चर्यमां मूकी दीधी
ते जिंदगीनां तपतां मध्याने "हुं तने चाहुं छुं" एवो
झाकळभीनो प्रस्ताव मुकी दीधो..

त्यारे हुं एकदम अवढवमां मुकाइ गइ के
जिंदगीनां तपतां मध्याने आ झाकळभीनां
प्रेमने क्यां सुधी साचवी राखीश..?
छतां पण घणा मनोमंथन बाद
में ए प्रस्तावने स्वीकारी लीधो.

ए प्रस्ताव स्वीकार्या बाद कोण जाणे क्यांथी
तारी अंदर एक कविनो जन्म थयो अने
तारी आ "महोतरमां"ने काव्यो अने गझल
लखतो थइ गयो..जेने तारा करतां तारी
महोतरमाने लोकोनी चाहीती बनावी दीधी

त्यारे तारी एक युवान जेवी
पेम करवानी आदत मने बहुं अकळावती हती
कारणके झाकळनी शोभा तो सवारे ज फूलो पर शोभे
अने मे तो तपतां मध्याने झाकळनी जेम ओढ्यो हतो

त्यारे मने मांरी कजुंसाइ याद आवे छे...
त्यारे हुं तने हमेशां कहेती के,  
"तुं बहुं उडाउ छे एटले तने जोइए एटलो प्रेम आपुं छु,
कारणके वारमवार "आइ लव युं" तने कह्यां करूं तो
तने प्रेमनी अछत ना रहे
माटे मारे सततने आ बाबतमां तंग राखवो पडे छे
मने ज्यारे  खबर पडी जाय के
तारा ह्रदयनुं खीस्सु खाली थयुं छे
त्यारे चुपकेथी एमा एमां"आइ लव युं."
नाखी दउ छुं.       
अने तने "महोतरमानां" प्रेमनो
एकलोतो अमीर बनावी दउ छुं
-नरेश के. डॉडीया 

જ્યારે તું મને પહેલી વાર મળ્યો ત્યારે 
તું મને હમેશાં કહેતો કે,   

"મારી જિંદગીમાં એક ચોક્કસ એક ધ્યેય હતો
જેમાં લેખન અને સાહિત્યનું કોઇ સ્થાન નહોતું."

તું એક વાસ્તવવાદી અને બદલાતા સંજોગોને
ધ્યાનમાં લઇને જીવનારો એક ધંધાદારી માણસ હતો...

જેનું લક્ષ્ય એક જ હતું..
પૈસા અને ધંધાનો વિકાશ..
અને તારી સાથેની સતત સહિયારી સફરમાં
જિંદગીના એક નવા પહેલુની જાણકારી મળી છે...
કે જિંદગીમાં પૈસા સિવાય બીજુ ઘણું છે
પૈસાથી ખરીદી શકાતું નથી....

માણસને પૈસાથી ખરીદી શકો
એની પાસેથી ધાર્યુ કામ કરાવી શકો છો...
પણ એની લાગણી પૈસાથી ખરીદી ના શકાય
અને જો પ્રેમ પૈસાથી મળતો હોય તો
દુનિયાનો કોઇ અમીર માણસ પ્રેમની બાબતમાં
આટલો ગરીબ ના હોત..


ધીરે ધીરે આપણે બંને શબ્દોનાં માધ્યમ થકી
એકબીજાની લાગણીઓનાં વિનિયમ કરતાં થઇ ગયા
અને એક દિવસ અચાનક તે મને આશ્ચર્યમાં મૂકી દીધી
તે જિંદગીનાં તપતાં મધ્યાને "હું તને ચાહું છું" એવો
ઝાકળભીનો પ્રસ્તાવ મુકી દીધો..

ત્યારે હું એકદમ અવઢવમાં મુકાઇ ગઇ કે
જિંદગીનાં તપતાં મધ્યાને આ ઝાકળભીનાં
પ્રેમને ક્યાં સુધી સાચવી રાખીશ..?
છતાં પણ ઘણા મનોમંથન બાદ 
મેં એ પ્રસ્તાવને સ્વીકારી લીધો.

એ પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ કોણ જાણે ક્યાંથી
તારી અંદર એક કવિનો જન્મ થયો અને
તારી આ "મહોતરમાં"ને કાવ્યો અને ગઝલ 
લખતો થઇ ગયો..જેને તારા કરતાં તારી
મહોતરમાને લોકોની ચાહીતી બનાવી દીધી 

ત્યારે તારી એક યુવાન જેવી 
પેમ કરવાની આદત મને બહું અકળાવતી હતી
કારણકે ઝાકળની શોભા તો સવારે જ ફૂલો પર શોભે
અને મે તો તપતાં મધ્યાને ઝાકળની જેમ ઓઢ્યો હતો

ત્યારે મને માંરી કજુંસાઇ યાદ આવે છે...
ત્યારે હું તને હમેશાં કહેતી કે,   
"તું બહું ઉડાઉ છે એટલે તને જોઇએ એટલો પ્રેમ આપું છુ,
કારણકે વારમવાર "આઇ લવ યું" તને કહ્યાં કરૂં તો
તને પ્રેમની અછત ના રહે
માટે મારે સતતને આ બાબતમાં તંગ રાખવો પડે છે
મને જ્યારે  ખબર પડી જાય કે
તારા હ્રદયનું ખીસ્સુ ખાલી થયું છે
ત્યારે ચુપકેથી એમા એમાં"આઇ લવ યું."
નાખી દઉ છું.        
અને તને "મહોતરમાનાં" પ્રેમનો
એકલોતો અમીર બનાવી દઉ છું
-નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment