स्वप्न जेवुं जीववानुं कोकने मळतुं होय छे. Gujarati Gazal By Naresh K. Dodia

स्वप्न जेवुं जीववानुं कोकने मळतुं होय छे. Gujarati Gazal By Naresh K. Dodia
स्वप्न जेवुं जीववानुं कोकने मळतुं होय छे. Gujarati Gazal By Naresh K. Dodia
स्वप्न जेवुं जीववानुं कोकने मळतुं होय छे.
जिंदगीमां सौने गमतुं पात्र क्यां जडतुं होय छे?

कोइना दिलमां वसी जइने तमे जाणी लो भलां
जोजनोनी दूरतां वच्चे ह्रदय हसतुं होय छे

कायमी जकडीने राखे डाळने पंखीओ बधा
न्होरमा जकडाइ जावुं कोइने गमतुं होय छे

प्हेरवाना होय बारे मास जेने कापडनी जेम
श्वासनुं मेचींग जे माणस थकी सजतुं होय छे

रोज फूलोने उघडवानु जरूरी क्या होय छे?
रोज झाकळने अडीने फूल मघमघतुं होय छे

हुं उघाडी लागणी लइने तने अडकुं छु सदा
शब्दना ब्हाने जगत आखुय छेतरतुं होय छे

एक पालव मात्र तारो केम माफक आवे मने?
पात्रता भाळीने पालवनुं मन सळवळतुं होय छे

मयनो तुं आस्वाद भूलावी चडी गइ एवी मने
सांजनां आदत मूजब मन मारु तरफडतुं होय छे

नाक नकशी,नेण कजरारा ने मनगमतु मानवी
आ”महोतरमां”मां शोधो तो धणुं वधतुं होय छे
-नरेश के.डॉडीया   
સ્વપ્ન જેવું જીવવાનું કોકને મળતું હોય છે.
જિંદગીમાં સૌને ગમતું પાત્ર ક્યાં જડતું હોય છે?


કોઇના દિલમાં વસી જઇને તમે જાણી લો ભલાં
જોજનોની દૂરતાં વચ્ચે હ્રદય હસતું હોય છે


કાયમી જકડીને રાખે ડાળને પંખીઓ બધા
ન્હોરમા જકડાઇ જાવું કોઇને ગમતું હોય છે


પ્હેરવાના હોય બારે માસ જેને કાપડની જેમ
શ્વાસનું મેચીંગ જે માણસ થકી સજતું હોય છે


રોજ ફૂલોને ઉઘડવાનુ જરૂરી ક્યા હોય છે?
રોજ ઝાકળને અડીને ફૂલ મઘમઘતું હોય છે


હું ઉઘાડી લાગણી લઇને તને અડકું છુ સદા
શબ્દના બ્હાને જગત આખુય છેતરતું હોય છે


એક પાલવ માત્ર તારો કેમ માફક આવે મને?
પાત્રતા ભાળીને પાલવનું મન સળવળતું હોય છે


મયનો તું આસ્વાદ ભૂલાવી ચડી ગઇ એવી મને
સાંજનાં આદત મૂજબ મન મારુ તરફડતું હોય છે



નાક નકશી,નેણ કજરારા ને મનગમતુ માનવી
આ”મહોતરમાં”માં શોધો તો ધણું વધતું હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment