पंखी बरफनुं तुं,हुं ऊनाळा समो Gujarati Gazal By Naresh K. Dodia

पंखी बरफनुं तुं,हुं ऊनाळा समो Gujarati Gazal By Naresh K. Dodia
पंखी बरफनुं तुं,हुं ऊनाळा समो Gujarati Gazal By Naresh K. Dodia
तूटी गयेला श्वासने सांधो हवे
ए सोइ दोरा क्यांकथी लावो हवे

माणस छो तो क्यारेक माणस थांउने?
दिलनी नवी भाषाने शणगारो हवे

भीतर सुधी हु केम जइ शकवानो दोस्त
त्या वाव जेवा दादरां नाखो हवे

तारी हकीकत रोज प्हेरी शुं करूं?
मारुं उपरणुं थइ कदी आवो हवे

शीखी जवायुं दर्दने स्हेता हवे
बाकी बच्या श्वासो तमे माणो हवे

शीखर उपर झांखुं बधुं देखाइ छे
उगतो सूरज होय छे क्यां टाढो हवे

तारा सुधी प्होचे सडक एवी मळे
ज्यां तु मळे ए राह खोदावो हवे

यादोनी मौसम कायमी टकती नथी
जीवी गयेली क्षणने ऊठाडॉ हवे

पंखी बरफनुं तुं,हुं ऊनाळा समो
उष्मानी संज्ञा आज बदलावो हवे

बोलो “महोतरमां” अमारा कोन छो?
दुनियानी सामे सत्य आ दागो हवे
-नरेश के.डॉडीया
તૂટી ગયેલા શ્વાસને સાંધો હવે
એ સોઇ દોરા ક્યાંકથી લાવો હવે

માણસ છો તો ક્યારેક માણસ થાંઉને?
દિલની નવી ભાષાને શણગારો હવે

ભીતર સુધી હુ કેમ જઇ શકવાનો દોસ્ત
ત્યા વાવ જેવા દાદરાં નાખો હવે

તારી હકીકત રોજ પ્હેરી શું કરૂં?
મારું ઉપરણું થઇ કદી આવો હવે

શીખી જવાયું દર્દને સ્હેતા હવે
બાકી બચ્યા શ્વાસો તમે માણો હવે

શીખર ઉપર ઝાંખું બધું દેખાઇ છે
ઉગતો સૂરજ હોય છે ક્યાં ટાઢો હવે

તારા સુધી પ્હોચે સડક એવી મળે
જ્યાં તુ મળે એ રાહ ખોદાવો હવે

યાદોની મૌસમ કાયમી ટકતી નથી
જીવી ગયેલી ક્ષણને ઊઠાડૉ હવે

પંખી બરફનું તું,હું ઊનાળા સમો
ઉષ્માની સંજ્ઞા આજ બદલાવો હવે

બોલો “મહોતરમાં” અમારા કોન છો?
દુનિયાની સામે સત્ય આ દાગો હવે
-નરેશ કે.ડૉડીયા 
              
Advertisement

No comments:

Post a Comment