तमे आव्या पछी तो व्हालनी ल्हाणी हती Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तमे आव्या पछी तो व्हालनी ल्हाणी हती Gujarati Gazal By Naresh K. Dodia |
अमारी जिंदगीमां रोज बेहाली हती
तमे आव्या पछी तो व्हालनी ल्हाणी हती
शुं फुरसत होय माणस प्रेम करतो थाय तो
पछी हरपळ तमारा ख्यालथी भारी हती
हता बंजर धरा सम शब्द मारा काव्यना
तमे आव्याने लीलीछम फसल वाढी हती
घणा लांबा समयथी खत तमे लखता नथी
तमारा शब्दमां डुबवानी बेताबी हती
इशारानी मने भाषा समज आवे नही
कशु नक्कर करो एवी अरज आपी हती
धरम जेवुं कशुं पाळी रह्यो छु हालमां
अमे तस्वीर दिलनां गोखमां राखी हती
हताशाने मे त्यागी छे प्रणयमां आपनां
तमारा प्यारनी दिलथी दुआ लागी हती
तमारी हुंफमां मारूं रुदन भूलायु छे
खूशीनी पळ बधी सहवासमां माणी हती
"महोतरमां" तमे सामे हो ए इच्छा धरी
अमे रातोना रातो ख्वाबमां जागी हती
-नरेश के.डॉडीया
અમારી જિંદગીમાં રોજ બેહાલી હતી
તમે આવ્યા પછી તો વ્હાલની લ્હાણી હતી
શું ફુરસત હોય માણસ પ્રેમ કરતો થાય તો
પછી હરપળ તમારા ખ્યાલથી ભારી હતી
હતા બંજર ધરા સમ શબ્દ મારા કાવ્યના
તમે આવ્યાને લીલીછમ ફસલ વાઢી હતી
ઘણા લાંબા સમયથી ખત તમે લખતા નથી
તમારા શબ્દમાં ડુબવાની બેતાબી હતી
ઇશારાની મને ભાષા સમજ આવે નહી
કશુ નક્કર કરો એવી અરજ આપી હતી
ધરમ જેવું કશું પાળી રહ્યો છુ હાલમાં
અમે તસ્વીર દિલનાં ગોખમાં રાખી હતી
હતાશાને મે ત્યાગી છે પ્રણયમાં આપનાં
તમારા પ્યારની દિલથી દુઆ લાગી હતી
તમારી હુંફમાં મારૂં રુદન ભૂલાયુ છે
ખૂશીની પળ બધી સહવાસમાં માણી હતી
“મહોતરમાં” તમે સામે હો એ ઇચ્છા ધરી
અમે રાતોના રાતો ખ્વાબમાં જાગી હતી
-નરેશ કે.ડૉડીયા
અમારી જિંદગીમાં રોજ બેહાલી હતી
તમે આવ્યા પછી તો વ્હાલની લ્હાણી હતી
શું ફુરસત હોય માણસ પ્રેમ કરતો થાય તો
પછી હરપળ તમારા ખ્યાલથી ભારી હતી
હતા બંજર ધરા સમ શબ્દ મારા કાવ્યના
તમે આવ્યાને લીલીછમ ફસલ વાઢી હતી
ઘણા લાંબા સમયથી ખત તમે લખતા નથી
તમારા શબ્દમાં ડુબવાની બેતાબી હતી
ઇશારાની મને ભાષા સમજ આવે નહી
કશુ નક્કર કરો એવી અરજ આપી હતી
ધરમ જેવું કશું પાળી રહ્યો છુ હાલમાં
અમે તસ્વીર દિલનાં ગોખમાં રાખી હતી
હતાશાને મે ત્યાગી છે પ્રણયમાં આપનાં
તમારા પ્યારની દિલથી દુઆ લાગી હતી
તમારી હુંફમાં મારૂં રુદન ભૂલાયુ છે
ખૂશીની પળ બધી સહવાસમાં માણી હતી
“મહોતરમાં” તમે સામે હો એ ઇચ્છા ધરી
અમે રાતોના રાતો ખ્વાબમાં જાગી હતી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment