हुं खुदने पण क्यारेक समजातो नथी Gujarati Gazal By Naresh K. Dodia

हुं खुदने पण क्यारेक समजातो नथी Gujarati Gazal By Naresh K. Dodia
हुं खुदने पण क्यारेक समजातो नथी Gujarati Gazal By Naresh K. Dodia
हुं खुदने पण क्यारेक समजातो नथी
भीतर लगी कोइमां पडघातो नथी

मुकितने बंधननी मायाथी पर थई
हुं मोहमां ताराय भरमातो नथी

वागे घणुं भीतरमां आजे बे-सुरुं
किरतारनो ए तार छेडातो नथी

इश्वर नथी के छे? विचारी शुं करुं
मारी नजरमां कोइ देखातो नथी

तारी हकीकत केम प्हेरीने फरूं?
हु कोइना मापे ज सीवातो नथी

जंगलमां रस्ता भूलवांमा छे मजां
आवासनी केदमां सपडातो नथी

तारा-पणाना ख्यालमांथी ब्हार छुं
पण अन्यनां ख्यालोमां हुं जातो नथी

जीवन-सफरनो अंत नक्की होय ज्यां
हुं काव्य मरसीया समां गातो नथी

तादाद भारी छे खूशीनी शब्दमां
मारी गझलने दर्दथी नातो नथी

मारी “महोतरमाने” चाही शुं मळ्युं
ताळॉ ए माराथीय मंडातो नथी
– नरेश के. डॉडीया
હુ ખુદને પણ ક્યારેક સમજાતો નથી
ભીતર લગી કોઇમાં પડઘાતો નથી

મુકિતને બંધનની માયાથી પર થઈ
હું મોહમાં તારાય ભરમાતો નથી

વાગે ઘણું ભીતરમાં આજે બે-સુરું
કરતાલનો બસ તાર છેડાતો નથી

ઇશ્વર નથી કે છે? વિચારી શું કરું
મારી નજરમાં કોઇ દેખાતો નથી

તારી હકીકત કેમ પ્હેરીને ફરૂં?
હુ કોઇના માપે જ સીવાતો નથી

જંગલમાં રસ્તા ભૂલવાંમા છે મજાં
આવાસની જેલોમાં સપડાતો નથી

તારા-પણાના ખ્યાલમાંથી બ્હાર છું
પણ અન્યનાં ખ્યાલોમાં હું જાતો નથી

જીવન-સફરનો અંત નક્કી હોય જ્યાં
હું કાવ્ય મરસીયા સમાં ગાતો નથી

તાદાદ ભારી છે ખૂશીની શબ્દમાં
મારી ગઝલને દર્દથી નાતો નથી

મારી “મહોતરમાને” ચાહી શું મળ્યું
તાળૉ એ મારાથીય મંડાતો નથી
– નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment