नीतरी रही छे उदासी आंखमांथी Gujarati Gazal By Naresh K. Dodia

नीतरी रही छे उदासी आंखमांथी Gujarati Gazal By Naresh K. Dodia
नीतरी रही छे उदासी आंखमांथी Gujarati Gazal By Naresh K. Dodia
नीतरी रही छे उदासी आंखमांथी
साव हळवे नीकळे कै जातमांथी

डाळना पंखीनो नातो छे जुनो पण
कोइ थाकी जाय कायम साथमांथी

कोइने आसान लागे तोडवानुं
फूलनो नातो तूटे छे डाळमांथी

एक तणखो क्या सुधी तुं साचवशे?
आग पण क्यारेक ऊठे राखमांथी

कोइनुं पांबंध थइ जांवुं हतुं ज्यां
तोय पाणी तो छुटे छे बांधमांथी

जिंदगी वसमी बधाने केम लागे?
तोय सगपण क्यां छुटे छे प्राणमांथी

ज्यांरथी एनी हथेळीने अडयो छुं
कायमी खूश्बू उठे छे श्वासमांथी

झंखना मारी अदम कायमनी रहेशे
एक नारीने तो जाणो चाहमांथी

ए महोतरमानी मनमानी चलावुं
तो ज साचो यार लागे भावमांथी
-नरेश के.डॉडीया
નીતરી રહી છે ઉદાસી આંખમાંથી
સાવ હળવે નીકળે કૈ જાતમાંથી

ડાળના પંખીનો નાતો છે જુનો પણ
કોઇ થાકી જાય કાયમ સાથમાંથી

કોઇને આસાન લાગે તોડવાનું
ફૂલનો નાતો તૂટે છે ડાળમાંથી

એક તણખો ક્યા સુધી તું સાચવશે?
આગ પણ ક્યારેક ઊઠે રાખમાંથી

કોઇનું પાંબંધ થઇ જાંવું હતું જ્યાં
તોય પાણી તો છુટે છે બાંધમાંથી

જિંદગી વસમી બધાને કેમ લાગે?
તોય સગપણ ક્યાં છુટે છે પ્રાણમાંથી

જ્યાંરથી એની હથેળીને અડયો છું
કાયમી ખૂશ્બૂ ઉઠે છે શ્વાસમાંથી

ઝંખના મારી અદમ કાયમની રહેશે
એક નારીને તો જાણો ચાહમાંથી


એ મહોતરમાની મનમાની ચલાવું
તો જ સાચો યાર લાગે ભાવમાંથી
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment