रणने जे जोइ छे,ए रोज वाछट आवे नही Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
रणने जे जोइ छे,ए रोज वाछट आवे नही Gujarati Gazal By Naresh K. Dodia |
रणने जे जोइ छे,ए रोज वाछट आवे नही
दर्द मारूं एटले कोइने माफक आवे नहीं.
हुं सतत चाल्या करुं मंझिल मळे ए रस्ता उपर
विश्व आखांमां हुं शोधुं छे ए आंगण आवे नही
आपवानी लत सतत एने पडी गइ छे प्रेममां
लागणी वेतरवानी ज्यां कोइ कातर आवे नही
साव धीमी धारथी वरसे,कदी अनराधार थइ
वादळीमां एक सरखी कोइ चाहत आवे नही
मात्र तुं संवेदना मापे,कदी अंदर जोइ ले
मात्र तुं ज्यां होइ छे त्यां अन्य माणस आवे नही
तरबतर होइ ह्रदय ज्यां लागणीथी एने पूछो
एमनी उर्मिने भरवां कोइ गागर आवे नही
पाणियारे जळ जमूनानुं भरी लावुं क्याथी हुं?
ज्यां मथूराथी तरस्या थइने माधव आवे नही
एटले मारी “महोतरमाने” छोडी शकतो नथी
ए वचनने तोडवानी कोइ’दी पळ आवे नही
-नरेश के.डॉडीया
રણને જે જોઇ છે,એ રોજ વાછટ આવે નહી
દર્દ મારૂં એટલે કોઇને માફક આવે નહીં.
હું સતત ચાલ્યા કરું મંઝિલ મળે એ રસ્તા ઉપર
વિશ્વ આખાંમાં હું શોધું છે એ આંગણ આવે નહી
આપવાની લત સતત એને પડી ગઇ છે પ્રેમમાં
લાગણી વેતરવાની જ્યાં કોઇ કાતર આવે નહી
સાવ ધીમી ધારથી વરસે,કદી અનરાધાર થઇ
વાદળીમાં એક સરખી કોઇ ચાહત આવે નહી
માત્ર તું સંવેદના માપે,કદી અંદર જોઇ લે
માત્ર તું જ્યાં હોઇ છે ત્યાં અન્ય માણસ આવે નહી
તરબતર હોઇ હ્રદય જ્યાં લાગણીથી એને પૂછો
એમની ઉર્મિને ભરવાં કોઇ ગાગર આવે નહી
પાણિયારે જળ જમૂનાનું ભરી લાવું ક્યાથી હું?
જ્યાં મથૂરાથી તરસ્યા થઇને માધવ આવે નહી
એટલે મારી “મહોતરમાને” છોડી શકતો નથી
એ વચનને તોડવાની કોઇ’દી પળ આવે નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment