छेल्ला कॅटला दिवसोथी हुं तने प्रेम पत्रनी जेम वांचुं छु Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
छेल्ला कॅटला दिवसोथी हुं तने प्रेम पत्रनी जेम वांचुं छु Gujarati Kavita By Naresh K. Dodia |
छेल्ला कॅटला दिवसोथी हुं तने प्रेम पत्रनी जेम वांचुं छु
रोज तारूं आगमन सुरजनी ओथमां वधावुं छु…
तुं आवे अने पथ्थर समो देह फूलो जेवो कोमळ बनी जाय छे
शब्द देहे आपणुं एक होवुं अने
आंखोथी अने सदेहे आपणुं अंतर जोजनी दूरीनुं
प्रिये हुं चोमासाने खेडुत झंखतो होय
ए रीते हवे झंखुं छुं
तुं तारा शहेरथी वतन आवती नथी
मारा विरहने तुं कदी अनूभवे तो खबर पडे के
जेने जिंदगीनी जेम चाहीए एनां दूर रहेवुं कॅटलुं आकरूं छे
आपणॉ संबंध कोइ ऋणानुबंध ज होवो जोइए.
जरूर कोइ पाछला जन्मनुं लेणुं होवुं जोइए
नहीतर लाखो माणसोमांथी मात्र तारूं ज मने मळवुं
ए कोइ इश्वरीय संकेत होवो जोइए
हुं शुं कहुं…..मने हमेशां तारूं रूबरूं सानिध्य जोइए छे
पण आपणे बंने लाचार छीए.
तारी छबीने फूल स्क्रीन करीने अपलक जोया करूं छु
तने चुमु छु…तने वहाल करूं छु..तने बाथमां लउ छु
अने ज्यारे आ क्रिया करूं छु त्यारे खबर नही
मारा नाकमां तारा शरीरनी तारा वाळनी खूश्बू
मारा नासिका वाटे ह्रदयमां प्रवेशी जाय छे
जाणे के तुं आखेआखी मारामां प्रवेशी गइ
हुं जाणुं छुं तारा शरीरनी एक अलायदी खूश्बू छे
जाणे खिलतां पुष्प पर झाकळ बाझी होय एवी खूश्बू
तुं मने केटली हदे तडपावे छे व्हाली महोतरमां
ए कल्पनामां वारंवार परस्परना गाढ आलिंगननी भींसमां
ओगळी जता अस्तित्वनी घटना होय के
आ दिव्य प्रेमनी फळश्रुती समुं हसतुं खीलतुं फूल
दिवसे दिवसे आपणो प्रेम वधारे प्रगाढ,
परीपकव अने सुंवाळो बनी रह्यो छे.
आपणी वच्चे क्यांय कशुंय छुपावी न शकाय
तेवी पारदर्शकता आवी गइ छे
जो आजे हुं तारा सांनिध्यमां होत तो मे तने
प्रेमना रंगे अने हैयाना उमंगे रंगी नाखी होत पण
तुं आजे माराथी दुर छे
तारूं प्रथम मळवुं ,प्रथम रोमांसनी क्षण
अने दिल विंधीने कशुंक आरपार नीकळी
गयानी घटना सतावी रही छे !
वधुमां ते आपेला यादोना परफ्युमनी खुश्बु
तारी यादनी तीव्रताने बहेकावी रही छे !
खबर ज नथी पडती के आ झुरापाने,
आ तलसाटने शुं नाम आपुं.?
साचे ज कशुंक गुमावीने जीवतो होउ तेवुं लागे छे.
थोडा दिवस पहेला फोनमां वात करी त्यारे
हुं एकदम रोमांचित थइ गयेलो हतो.
तारी बाहुओमां समाइ जवानी तीव्र उत्कंठाए
मने प्रेमनी चरमसीमानी प्रतिति करावी छे.
आ घटना मारा माटे सुक्कीभठ्ठ धरती पर
झरमर वरसता वरसाद करतां य विशेष छे !
प्रिये, साचे ज तने मेळवीने हुं कशुंक
असंभव पाम्यानो मने अहेसास थाय छे.
मारी कल्पनाओनी पेले पारनुं जगत
में तारी आंखोमां जोइ लीधुं छे !
साचुं कहुं तो मारी अपूर्णताओ तुं छे
याने के तारा वीना हुं अधुरो छुं !
तने पाम्याना अल्प समयमां मारा अस्तित्वने
ताराथी दुर करवानुं चामडी उतरडीने
बदनथी दुर करवा जेटलुं अघरूं थइ गयुं छे.
में तारा बधा ज फोटोग्राफस एक आलबममां
मने गमता क्रमे गोठवी राख्या छे.
साडीमां तुं साचे ज जामे छे,
खीले छे, खुले छे.
अने तारी पातळी सुकोमळ कमर
अने कमरथी नीचे उतरतां कविनी कल्पनाने तम्मर चडावी दे
एवुं निंतंबनुं सौंदर्य
अने तुं तो
एक लेटीन सुंदरीने शरमावे एवुं सौंदर्य धरावे छे
एक नागराणी जेवो ज्ञानवैभव अने भाषा वैभव धरावे छे
खरेखर महोतरमां मारापागलपननी आ चरमसिमा छे
प्रिये,
लागे छे के मारा ख्वाबो अने ख्यालोने ते
थोडाक कलाकोमां ज समजी लीधा छे.
अने एटले ज अल्प दिवसोमां
आपणे अत्यंत निकट आवी गया छीये.
प्रिये हुं तो तारी साथे एवो नातो इच्छुं छुं के
जेमां हुं अने तुं खुदनी साथे वर्तीए छीए
तेम एक बीजा साथे वर्ती शकीये…
फावे त्यारे, फावे तेम !
बाकी हुं तो जन्मारानो तरस्यो छुं…
तारे मने प्रेमथी तृप्त करवानो छे.
तारो प्रेम मने झंकृत करी मुकशे….
साच्चे मारी व्हाली महोतरमां
हुं जाणुं छु.
तुं छे ज एवी प्राणप्यारी अने
असिम सौंदर्यनी जीवंत मूर्ति छॉ
मारा प्रेम रूपी व्हालनुं नितरतुं स्वरूप छे
कोइ पण पुरुषनां जीवनमां तारा जेवी
स्त्री प्रत्यक्ष अथवां दूर रहीने प्रेम करनारी होय तो
एनुं निंतात सानिध्य पामवानी तमन्ना कोने ना होय?
हुं शुं करू मारी धवलश्यामा?
मजबूर बनी जाउ छु
तारा सांनिध्यमां आववा,कारण के
तुं छे तो मारी दिनचर्या सुरीली बने छे
तुं छे तो मारी गझल गर्विता बने छे
तुं छे तो मारा शब्दोमां लोहीसंचार थाय छे
तुं छे तो मारा निर्जिव आत्मां उपवन लागे छे
तुं छे तो मारा ह्रदयमां उर्मिनो संचार थाय छे
तुं छे तो मारी कलममां प्राण फूंकाय छे
तुं छे तो एक पुरुष होवानो मर्दाना अहेसास थाय छे
हा..महोतरमा..
तुं छे तो आ शब्दोनी जाहोजलाली साथे
सुलुणी कवितानो रंगीन डायरो मंडाय छे..
जो तुं न होत तो?
मने कोण ओळखतुं होत?
कोण महोतरमांना शायर तरीके ओळखतुं होत?
व्हाली ते मने प्रेम ना कर्यो होत तो
हुं आ जग्याए पहोची ना शक्यो होत!!
प्रेम शुं छे ए मात्र अने मात्र ते ज मने शीखव्युं छे
दुनिया आखी उठल पाथल थइ जाय
हुं तने कोइ पण संजोगे गुमाववां मांगतो नथी
तारी झंखनाओ क्यारेक मारा मन मस्तिकमां
हाहाकार मचावे छे त्यारे
मोबाइलमां मारा सिक्रेट आल्बममां
तारा सेव करेला फोटॉने पागलनी जेम चुमी लंउ छु
जान,तारी कमीनो खुंखार अहेसास खरेखर
मारी आंखमां आंसु लावी दे छे
तारो प्रेम मने सुख आपे छे
रोज एक चातकनी जेम तरस्या नयनने
फेसबुकनां प्रांगणमां तारी छबीनां दिदार काजे आवु छु
कदाच तने आ बधुं पागलपन लागतुं हशे
पण एटलुं याद राखजे
पागल होय ए ज आवो दिलफाडीने प्रेम करी शके छे
व्हाली महोतरमां
आगामी दिवसोमां हुं तने मात्र अने मात्र
खूशी सिवाय कशुं आपवां नथी मांगतो
-नरेश के.डॉडीया
છેલ્લા કૅટલા દિવસોથી હું તને પ્રેમ પત્રની જેમ વાંચું છુ
રોજ તારૂં આગમન સુરજની ઓથમાં વધાવું છુ…
તું આવે અને પથ્થર સમો દેહ ફૂલો જેવો કોમળ બની જાય છે
શબ્દ દેહે આપણું એક હોવું અને
આંખોથી અને સદેહે આપણું અંતર જોજની દૂરીનું
પ્રિયે હું ચોમાસાને ખેડુત ઝંખતો હોય
એ રીતે હવે ઝંખું છું
તું તારા શહેરથી વતન આવતી નથી
મારા વિરહને તું કદી અનૂભવે તો ખબર પડે કે
જેને જિંદગીની જેમ ચાહીએ એનાં દૂર રહેવું કૅટલું આકરૂં છે
આપણૉ સંબંધ કોઇ ઋણાનુબંધ જ હોવો જોઇએ.
જરૂર કોઇ પાછલા જન્મનું લેણું હોવું જોઇએ
નહીતર લાખો માણસોમાંથી માત્ર તારૂં જ મને મળવું
એ કોઇ ઇશ્વરીય સંકેત હોવો જોઇએ
હું શું કહું…..મને હમેશાં તારૂં રૂબરૂં સાનિધ્ય જોઇએ છે
પણ આપણે બંને લાચાર છીએ.
તારી છબીને ફૂલ સ્ક્રીન કરીને અપલક જોયા કરૂં છુ
તને ચુમુ છુ…તને વહાલ કરૂં છુ..તને બાથમાં લઉ છુ
અને જ્યારે આ ક્રિયા કરૂં છુ ત્યારે ખબર નહી
મારા નાકમાં તારા શરીરની તારા વાળની ખૂશ્બૂ
મારા નાસિકા વાટે હ્રદયમાં પ્રવેશી જાય છે
જાણે કે તું આખેઆખી મારામાં પ્રવેશી ગઇ
હું જાણું છું તારા શરીરની એક અલાયદી ખૂશ્બૂ છે
જાણે ખિલતાં પુષ્પ પર ઝાકળ બાઝી હોય એવી ખૂશ્બૂ
તું મને કેટલી હદે તડપાવે છે વ્હાલી મહોતરમાં
એ કલ્પનામાં વારંવાર પરસ્પરના ગાઢ આલિંગનની ભીંસમાં
ઓગળી જતા અસ્તિત્વની ઘટના હોય કે
આ દિવ્ય પ્રેમની ફળશ્રુતી સમું હસતું ખીલતું ફૂલ
દિવસે દિવસે આપણો પ્રેમ વધારે પ્રગાઢ,
પરીપકવ અને સુંવાળો બની રહ્યો છે.
આપણી વચ્ચે ક્યાંય કશુંય છુપાવી ન શકાય
તેવી પારદર્શકતા આવી ગઇ છે
જો આજે હું તારા સાંનિધ્યમાં હોત તો મે તને
પ્રેમના રંગે અને હૈયાના ઉમંગે રંગી નાખી હોત પણ
તું આજે મારાથી દુર છે
તારૂં પ્રથમ મળવું ,પ્રથમ રોમાંસની ક્ષણ
અને દિલ વિંધીને કશુંક આરપાર નીકળી
ગયાની ઘટના સતાવી રહી છે !
વધુમાં તે આપેલા યાદોના પરફ્યુમની ખુશ્બુ
તારી યાદની તીવ્રતાને બહેકાવી રહી છે !
ખબર જ નથી પડતી કે આ ઝુરાપાને,
આ તલસાટને શું નામ આપું.?
સાચે જ કશુંક ગુમાવીને જીવતો હોઉ તેવું લાગે છે.
થોડા દિવસ પહેલા ફોનમાં વાત કરી ત્યારે
હું એકદમ રોમાંચિત થઇ ગયેલો હતો.
તારી બાહુઓમાં સમાઇ જવાની તીવ્ર ઉત્કંઠાએ
મને પ્રેમની ચરમસીમાની પ્રતિતિ કરાવી છે.
આ ઘટના મારા માટે સુક્કીભઠ્ઠ ધરતી પર
ઝરમર વરસતા વરસાદ કરતાં ય વિશેષ છે !
પ્રિયે, સાચે જ તને મેળવીને હું કશુંક
અસંભવ પામ્યાનો મને અહેસાસ થાય છે.
મારી કલ્પનાઓની પેલે પારનું જગત
મેં તારી આંખોમાં જોઇ લીધું છે !
સાચું કહું તો મારી અપૂર્ણતાઓ તું છે
યાને કે તારા વીના હું અધુરો છું !
તને પામ્યાના અલ્પ સમયમાં મારા અસ્તિત્વને
તારાથી દુર કરવાનું ચામડી ઉતરડીને
બદનથી દુર કરવા જેટલું અઘરૂં થઇ ગયું છે.
મેં તારા બધા જ ફોટોગ્રાફસ એક આલબમમાં
મને ગમતા ક્રમે ગોઠવી રાખ્યા છે.
સાડીમાં તું સાચે જ જામે છે,
ખીલે છે, ખુલે છે.
અને તારી પાતળી સુકોમળ કમર
અને કમરથી નીચે ઉતરતાં કવિની કલ્પનાને તમ્મર ચડાવી દે
એવું નિંતંબનું સૌંદર્ય
અને તું તો
એક લેટીન સુંદરીને શરમાવે એવું સૌંદર્ય ધરાવે છે
એક નાગરાણી જેવો જ્ઞાનવૈભવ અને ભાષા વૈભવ ધરાવે છે
ખરેખર મહોતરમાં મારાપાગલપનની આ ચરમસિમા છે
પ્રિયે,
લાગે છે કે મારા ખ્વાબો અને ખ્યાલોને તે
થોડાક કલાકોમાં જ સમજી લીધા છે.
અને એટલે જ અલ્પ દિવસોમાં
આપણે અત્યંત નિકટ આવી ગયા છીયે.
પ્રિયે હું તો તારી સાથે એવો નાતો ઇચ્છું છું કે
જેમાં હું અને તું ખુદની સાથે વર્તીએ છીએ
તેમ એક બીજા સાથે વર્તી શકીયે…
ફાવે ત્યારે, ફાવે તેમ !
બાકી હું તો જન્મારાનો તરસ્યો છું…
તારે મને પ્રેમથી તૃપ્ત કરવાનો છે.
તારો પ્રેમ મને ઝંકૃત કરી મુકશે….
સાચ્ચે મારી વ્હાલી મહોતરમાં
હું જાણું છુ.
તું છે જ એવી પ્રાણપ્યારી અને
અસિમ સૌંદર્યની જીવંત મૂર્તિ છૉ
મારા પ્રેમ રૂપી વ્હાલનું નિતરતું સ્વરૂપ છે
કોઇ પણ પુરુષનાં જીવનમાં તારા જેવી
સ્ત્રી પ્રત્યક્ષ અથવાં દૂર રહીને પ્રેમ કરનારી હોય તો
એનું નિંતાત સાનિધ્ય પામવાની તમન્ના કોને ના હોય?
હું શું કરૂ મારી ધવલશ્યામા?
મજબૂર બની જાઉ છુ
તારા સાંનિધ્યમાં આવવા,કારણ કે
તું છે તો મારી દિનચર્યા સુરીલી બને છે
તું છે તો મારી ગઝલ ગર્વિતા બને છે
તું છે તો મારા શબ્દોમાં લોહીસંચાર થાય છે
તું છે તો મારા નિર્જિવ આત્માં ઉપવન લાગે છે
તું છે તો મારા હ્રદયમાં ઉર્મિનો સંચાર થાય છે
તું છે તો મારી કલમમાં પ્રાણ ફૂંકાય છે
તું છે તો એક પુરુષ હોવાનો મર્દાના અહેસાસ થાય છે
હા..મહોતરમા..
તું છે તો આ શબ્દોની જાહોજલાલી સાથે
સુલુણી કવિતાનો રંગીન ડાયરો મંડાય છે..
જો તું ન હોત તો?
મને કોણ ઓળખતું હોત?
કોણ મહોતરમાંના શાયર તરીકે ઓળખતું હોત?
વ્હાલી તે મને પ્રેમ ના કર્યો હોત તો
હું આ જગ્યાએ પહોચી ના શક્યો હોત!!
પ્રેમ શું છે એ માત્ર અને માત્ર તે જ મને શીખવ્યું છે
દુનિયા આખી ઉઠલ પાથલ થઇ જાય
હું તને કોઇ પણ સંજોગે ગુમાવવાં માંગતો નથી
તારી ઝંખનાઓ ક્યારેક મારા મન મસ્તિકમાં
હાહાકાર મચાવે છે ત્યારે
મોબાઇલમાં મારા સિક્રેટ આલ્બમમાં
તારા સેવ કરેલા ફોટૉને પાગલની જેમ ચુમી લંઉ છુ
જાન,તારી કમીનો ખુંખાર અહેસાસ ખરેખર
મારી આંખમાં આંસુ લાવી દે છે
તારો પ્રેમ મને સુખ આપે છે
રોજ એક ચાતકની જેમ તરસ્યા નયનને
ફેસબુકનાં પ્રાંગણમાં તારી છબીનાં દિદાર કાજે આવુ છુ
કદાચ તને આ બધું પાગલપન લાગતું હશે
પણ એટલું યાદ રાખજે
પાગલ હોય એ જ આવો દિલફાડીને પ્રેમ કરી શકે છે
વ્હાલી મહોતરમાં
આગામી દિવસોમાં હું તને માત્ર અને માત્ર
ખૂશી સિવાય કશું આપવાં નથી માંગતો
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment