लागणीनी तो अमारे खाण छे, Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
लागणीनी तो अमारे खाण छे, Gujarati Gazal By Naresh K. Dodia |
लागणीनी तो अमारे खाण छे,
तमने एनी तो कशी क्यां जाण छे?.
कोई गंजेरी समो लागुं छुं हुं
तारुं आ केवुं मने बंघाण छे.
लूंटवानी होय जे बे हाथथी
दिलमां उर्मीनी कदी क्यां ताण छे.
चो-तरफथी मात्र तुं देखाई छे
आ गजबनुं ईश्कमां खेचाण छे.
शब्द-साथी ज्यारथी मारी बनी
लागणीनो रोज कच्चरधाण छे
याद तारी होय छे आठे प्रहर
एक शायर कोइमां रममाण छे
बस "महोतरमां तमे आव्या पछी
चाहवानी रोजनी मोकाण छे
-नरेश के.डोडीया
લાગણીની તો અમારે ખાણ છે,
તમને એની તો કશી ક્યાં જાણ છે?.
કોઈ ગંજેરી સમો લાગું છું હું
તારું આ કેવું મને બંઘાણ છે.
લૂંટવાની હોય જે બે હાથથી
દિલમાં ઉર્મીની કદી ક્યાં તાણ છે.
ચો-તરફથી માત્ર તું દેખાઈ છે
આ ગજબનું ઈશ્કમાં ખેચાણ છે.
શબ્દ-સાથી જ્યારથી મારી બની
લાગણીનો રોજ કચ્ચરધાણ છે
યાદ તારી હોય છે આઠે પ્રહર
એક શાયર કોઇમાં રમમાણ છે
બસ "મહોતરમાં તમે આવ્યા પછી
ચાહવાની રોજની મોકાણ છે
-નરેશ કે.ડોડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment