तुं अगोचर क्षण बनी साक्षात पडमां आवे Gujarati Gazal By Naresh K. Dodia

तुं अगोचर क्षण बनी साक्षात पडमां आवे Gujarati Gazal By Naresh K. Dodia
तुं अगोचर क्षण बनी साक्षात पडमां आवे Gujarati Gazal By Naresh K. Dodia
प्रेम नामे शब्द ज्या मारी गझलमां आवे
तुं अगोचर क्षण बनी साक्षात पडमां आवे

धुप दिवा तो देव-देवीओने रीजववा थाय
प्राथना एनी करू तो तुं नजरमां आवे

राह तारी कायमी जोइने लागे छे थाक
वेदनां तारी कमीनी आ वदनमां आवे

फूल थइने तुं उगे छे दूरनां उपवनमां
जोइ माळी भाव मारो तुं चमनमा आवे

आशरो तारी छबीनो क्यां सुधी लइ जीवुं?
हाथ लंबावुं छतां तुं क्या पकडमां आवे?

भीतनी आडस समी आ दूरता लागे छे
कोइ ना रोकी शके ए हद जगतमां आवे

श्वासना रस्ते तुं सहेलाइथी आवी शकशे
कंटको मानव रचित पथ पर चरणमां आवे

जात छे मारी “महोतरमानी” सौथी नोखी
एटले इर्षा सौने मारा चयनमां आवे
-नरेश के.डॉडीया

પ્રેમ નામે શબ્દ જ્યા મારી ગઝલમાં આવે
તું અગોચર ક્ષણ બની સાક્ષાત પડમાં આવે

ધુપ દિવા તો દેવ-દેવીઓને રીજવવા થાય
પ્રાથના એની કરૂ તો તું નજરમાં આવે

રાહ તારી કાયમી જોઇને લાગે છે થાક
વેદનાં તારી કમીની આ વદનમાં આવે

ફૂલ થઇને તું ઉગે છે દૂરનાં ઉપવનમાં
જોઇ માળી ભાવ મારો તું ચમનમા આવે

આશરો તારી છબીનો ક્યાં સુધી લઇ જીવું?
હાથ લંબાવું છતાં તું ક્યા પકડમાં આવે?

ભીતની આડસ સમી આ દૂરતા લાગે છે
કોઇ ના રોકી શકે એ હદ જગતમાં આવે

શ્વાસના રસ્તે તું સહેલાઇથી આવી શકશે
કંટકો માનવ રચિત પથ પર ચરણમાં આવે

જાત છે મારી “મહોતરમાની” સૌથી નોખી
એટલે ઇર્ષા સૌને મારા ચયનમાં આવે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment