रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां Gujarati Gazal By Naresh K. Dodia
रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां
|
तारी ज रेलमछेल बोले एकधारी गगझलमां
तुं आयनां सामे उभी मारी नजरथी जुए तो
खुदथी तुं सारी लागशे ओ,प्राणप्यारी गझलमां
अरमान नामे जिंदगीमां ते कयामत मचावी
आघे रहीने कहेर तुं राखे छे जारी गझलमां
उपवन सरीखो म्हेकतो आलम यथावत हजी छे
खूश्बू छे मारी लागणीनी रोज न्यारी गझलमां
श्रावणनी सगवडता मळे छे बारमासी ह्रदयमां
छो पानखरनी हो पनोती मुजथी भारी गझलमां
करती रहे कायम वसुली लागणीओनी यारा
भरवाने दिल तैयार रहे छे आबकारी गझलमां
तारी कसरने खोट समजी चालवानुं जीवनमां
खाता वहीमां याद वधवानी छे सारी गझलमां
तारी नयनने आयनो जाणीने खुदने निहाळुं
तारा भरमने भेदनी वातो उतारी गझलमां
जाणी नथी के तुं अजाणी पण नथी ते छतां पण
व्हाली “महोतरमां” छे शब्दोनी दूलारी गझलमां
-नरेश के.डॉडीया
રોનક આ તારા નામની છે તો છે મારી ગઝલમાં
તારી જ રેલમછેલ બોલે એકધારી ગગઝલમાં
તું આયનાં સામે ઉભી મારી નજરથી જુએ તો
ખુદથી તું સારી લાગશે ઓ,પ્રાણપ્યારી ગઝલમાં
અરમાન નામે જિંદગીમાં તે કયામત મચાવી
આઘે રહીને કહેર તું રાખે છે જારી ગઝલમાં
ઉપવન સરીખો મ્હેકતો આલમ યથાવત હજી છે
ખૂશ્બૂ છે મારી લાગણીની રોજ ન્યારી ગઝલમાં
શ્રાવણની સગવડતા મળે છે બારમાસી હ્રદયમાં
છો પાનખરની હો પનોતી મુજથી ભારી ગઝલમાં
કરતી રહે કાયમ વસુલી લાગણીઓની યારા
ભરવાને દિલ તૈયાર રહે છે આબકારી ગઝલમાં
તારી કસરને ખોટ સમજી ચાલવાનું જીવનમાં
ખાતા વહીમાં યાદ વધવાની છે સારી ગઝલમાં
તારી નયનને આયનો જાણીને ખુદને નિહાળું
તારા ભરમને ભેદની વાતો ઉતારી ગઝલમાં
જાણી નથી કે તું અજાણી પણ નથી તે છતાં પણ
વ્હાલી “મહોતરમાં” છે શબ્દોની દૂલારી ગઝલમાં
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment