एक दी’ हुं जिंदगीमा आववानो प्रेम नामे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| एक दी’ हुं जिंदगीमा आववानो प्रेम नामे Gujarati Gazal By Naresh K. Dodia |
एक दी’ हुं जिंदगीमा आववानो प्रेम नामे
खालिपाना स्थानने हुं मांगवानो प्रेम नामे
एक धारी वेदनानी वेल जडमुळथी उखेडी
एक नव अंकुर मजानुं वाववानो प्रेम नामे
एक हीस्सो केटला वरसो सुधी खाली हतो जे
ए जगाए स्थान मारू स्थापवानो प्रेम नामे
रोजना एकांतथी थाकी हती त्या कान थइने
नाद मारी वांसळीनो वागवानो प्रेम नामे
रोज कोतरवानु सपनाने नयनथी कातरीने
ख्वाबमा तारो पनो हुं मापवानो प्रेम नामे
जिंदगीने जीववानी आ तलप वधती रहे छे
जामना नामे तने हुं चाखवानो प्रेम नामे
एक धारी सांजनी लाली बनी आवे छे त्यारे
एक पडछायो नयनमां आंजवानो प्रेम नामे
शब्दना शणगार लागे नववधुं जेवा सदा
शब्द देहे हाथ तारो जालवानो प्रेम नामे
लाख दुनियाथी छुपावो प्रेम मारो तुं छे तो छे
आ जगत सामे हुं तारो लागवानो प्रेम नामे
तुं’महोतरमा’मळी छे विश्व आखामां घुमी
अंतमा तारा सजोडे चालवानो प्रेम नामे
-नरेश के.डॉडीया
એક દી’ હું જિંદગીમા આવવાનો પ્રેમ નામે
ખાલિપાના સ્થાનને હું માંગવાનો પ્રેમ નામે
એક ધારી વેદનાની વેલ જડમુળથી ઉખેડી
એક નવ અંકુર મજાનું વાવવાનો પ્રેમ નામે
એક હીસ્સો કેટલા વરસો સુધી ખાલી હતો જે
એ જગાએ સ્થાન મારૂ સ્થાપવાનો પ્રેમ નામે
રોજના એકાંતથી થાકી હતી ત્યા કાન થઇને
નાદ મારી વાંસળીનો વાગવાનો પ્રેમ નામે
રોજ કોતરવાનુ સપનાને નયનથી કાતરીને
ખ્વાબમા તારો પનો હું માપવાનો પ્રેમ નામે
જિંદગીને જીવવાની આ તલપ વધતી રહે છે
જામના નામે તને હું ચાખવાનો પ્રેમ નામે
એક ધારી સાંજની લાલી બની આવે છે ત્યારે
એક પડછાયો નયનમાં આંજવાનો પ્રેમ નામે
શબ્દના શણગાર લાગે નવવધું જેવા સદા
શબ્દ દેહે હાથ તારો જાલવાનો પ્રેમ નામે
લાખ દુનિયાથી છુપાવો પ્રેમ મારો તું છે તો છે
આ જગત સામે હું તારો લાગવાનો પ્રેમ નામે
તું’મહોતરમા’મળી છે વિશ્વ આખામાં ઘુમી
અંતમા તારા સજોડે ચાલવાનો પ્રેમ નામે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment