श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं Gujarati Gazal By Naresh K. Dodia |
श्रध्धानी साथे हुं सबूरी राखवानो छुं
धीरज धरीने दूरता हुं नाथवानो छुं
आदत पडी तारी शराबी सांज जेवी रोज
धारो समयनो एकधारो तोडवानो छुं
राहे सफर आ इश्कनी आसान क्यांथी होय?
तारा ज पगले बंध आंखे चालवानो छुं
घेलो गणे के तुं मने पागल गणी लेजे
तारी मुसीबतमां सहारो आपवानो छुं
माणी शके एवी पळॉनी वात भूली जां
माळॉ समयनी मांग जोइ बांधवानो छुं
कोइनी क्यां चाली के मारी चालवानी छे
आ लागणी पर भाव तारो मांगवानो छुं
संवेदना भरचकभरी छेदिलमांजो ईले
गमतो खूणॉ तारा ज नामे स्थापवानो छुं
तारा तरफथी लागणीनी खेच लागे तो
तारी कमीमां खुदने अडधो लागवानो छुं
मळवाने माटे हुं अधीरो थइ गयो केवो
साचो समय आव्ये मिलन हु माणवानो छुं
-नरेश के.डॉडीया
શ્રધ્ધાની સાથે હું સબૂરી રાખવાનો છું
ધીરજ ધરીને દૂરતા હું નાથવાનો છું
આદત પડી તારી શરાબી સાંજ જેવી રોજ
ધારો સમયનો એકધારો તોડવાનો છું
રાહે સફર આ ઇશ્કની આસાન ક્યાંથી હોય?
તારા જ પગલે બંધ આંખે ચાલવાનો છું
ઘેલો ગણે કે તું મને પાગલ ગણી લેજે
તારી મુસીબતમાં સહારો આપવાનો છું
માણી શકે એવી પળૉની વાત ભૂલી જાં
માળૉ સમયની માંગ જોઇ બાંધવાનો છું
કોઇની ક્યાં ચાલી કે મારી ચાલવાની છે
આ લાગણી પર ભાવ તારો માંગવાનો છું
સંવેદના ભરચકભરી છેદિલમાંજો ઈલે
ગમતો ખૂણૉ તારા જ નામે સ્થાપવાનો છું
તારા તરફથી લાગણીની ખેચ લાગે તો
તારી કમીમાં ખુદને અડધો લાગવાનો છું
મળવાને માટે હું અધીરો થઇ ગયો કેવો
સાચો સમય આવ્યે મિલન હુ માણવાનો છું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment