चाहवानी साथ चुंबननी रात आवशे Gujarati Gazal By Naresh K. Dodia

चाहवानी साथ चुंबननी रात आवशे Gujarati Gazal By Naresh K. Dodia
चाहवानी साथ चुंबननी रात आवशे Gujarati Gazal By Naresh K. Dodia    
चाहवानी साथ चुंबननी रात आवशे    
बेंउनां श्वासो वचाळे संवांद आवशे         

बंसरीने होठ अडके जे रीतथी सखी                   
बेउनां होठे सूरीलो तलसाट आवशे                

प्होचवा आतम लगी तलपापड थयो छुं हुं      
स्पर्शनो ज्यांरे सुखनवर आलाप आवशे       

आ तरसनुं रण चरणमां तारा झूके पछी 
पगनी पानीनी गुलाबी सौगाद आवशे   

एक इच्छा होय तो संकोरी शकाइ छे 
एक दरियानी उपर थोडा बांध आवशे? 

वात तारी आवता उपवनमां जरां जुओ     
फूलने कारण विनाना आधात आवशे  

पामवाने एक माणस तारा गणे सदा 
एमना माटे सितारा लइ आभ आवशे  

साधनाता रीगझल मारी कर्यां करे         
तो पछी शब्दोमा देवी शणगार आवशे           

सादगी साथे मने सुंदरतां अडी गई             
ए "महोतरमांनी नोखी प्हेचान आवशे         
-नरेश के.डॉडीया

ચાહવાની સાથ ચુંબનની રાત આવશે    
બેંઉનાં શ્વાસો વચાળે સંવાંદ આવશે         

બંસરીને હોઠ અડકે જે રીતથી સખી                   
બેઉનાં હોઠે સૂરીલો તલસાટ આવશે                

પ્હોચવા આતમ લગી તલપાપડ થયો છું હું      
સ્પર્શનો જ્યાંરે સુખનવર આલાપ આવશે       

આ તરસનું રણ ચરણમાં તારા ઝૂકે પછી 
પગની પાનીની ગુલાબી સૌગાદ આવશે   

એક ઇચ્છા હોય તો સંકોરી શકાઇ છે 
એક દરિયાની ઉપર થોડા બાંધ આવશે? 

વાત તારી આવતા ઉપવનમાં જરાં જુઓ     
ફૂલને કારણ વિનાના આધાત આવશે  

પામવાને એક માણસ તારા ગણે સદા 
એમના માટે સિતારા લઇ આભ આવશે  

સાધનાતા રીગઝલ મારી કર્યાં કરે         
તો પછી શબ્દોમા દેવી શણગાર આવશે           

સાદગી સાથે મને સુંદરતાં અડી ગઈ             
એ "મહોતરમાંની નોખી પ્હેચાન આવશે         
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment