एक दिवस तारा ह्रदयनी धरानुं सत्य उलेचीने बीज रूपे रोपायो हतो Gujarati Kavita By Naresh K. Dodia
एक दिवस तारा ह्रदयनी धरानुं सत्य उलेचीने
बीज रूपे रोपायो हतो
मावजत तारी ज काम आवी छे
बीज रूपे मने पोषवा माटे
तेथी ज आजे वटवृक्ष जेवो घटाधार फेलाय गयो छुं
सवेंदना डाळीओ पर लागणीओनां लथबथ फूल लची पडया छे
ज्यारे ज्यारे संतापनो ताप वेठीने
छायडानी शोधमां मारी नीचे आवीने बेसे छे…
थडनो टेको लइने शांतिथी थोडीवार सुधी बेसी रहे छे
उची नजरो करीने मारी धटाओने निरख्या करे छे
अचानक उभी थइने लागणीओना फूलोने तोडवा
तारो हाथ जरा उंचो करे छे……
त्यां तो हुं डाळी सहित "महोतरमां" पर नमी पडु छु….
-नरेश के.डॉडीया
એક દિવસ તારા હ્રદયની ધરાનું સત્ય ઉલેચીને
બીજ રૂપે રોપાયો હતો
માવજત તારી જ કામ આવી છે
બીજ રૂપે મને પોષવા માટે
તેથી જ આજે વટવૃક્ષ જેવો ઘટાધાર ફેલાય ગયો છું
સવેંદના ડાળીઓ પર લાગણીઓનાં લથબથ ફૂલ લચી પડયા છે
જ્યારે જ્યારે સંતાપનો તાપ વેઠીને
છાયડાની શોધમાં મારી નીચે આવીને બેસે છે…
થડનો ટેકો લઇને શાંતિથી થોડીવાર સુધી બેસી રહે છે
ઉચી નજરો કરીને મારી ધટાઓને નિરખ્યા કરે છે
અચાનક ઉભી થઇને લાગણીઓના ફૂલોને તોડવા
તારો હાથ જરા ઉંચો કરે છે……
ત્યાં તો હું ડાળી સહિત "મહોતરમાં" પર નમી પડુ છુ….
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment