समय अने संबंधमां एक फर्क छे Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
समय अने संबंधमां एक फर्क छे Gujarati Kavita By Naresh K. Dodia |
कोइक माटे भूतकाळ ए भव्य होय
तो कोइक माटे ए सामान्य घटना होय छे
कोइ मानवी कोइना माटे लायक बनीने आव्यो नथी
छता माणस सामे वाळी व्यकितने लायक थवानी
कोशिश करतो रहे छे
ए सामेनी पात्रनी अनूकूलता अने एनी खूशी काजे
रोज कंइक ने कंइक नवतर करतो रहे छे..
शरूआतमां ए ज्यारे कैक नवतर करतो रहेतो होय त्यारे
सामेनां पात्रनी चहेरा पर ए नवतर भाव उपसी आवे
पण आ समय बहु जालिम छे
ए तो बस एनु काम कर्ये जाय छे
आ ए ज समय छे
जे एक समयनी खूबसूरत इमारत होय तो
ए ज इमारतने एक खंडेर बनावी दे छे
पछी रोज नवतर करवानी वृति सामेवाळा माटे
एक सामान्य घटना बनी जाय छे.
समय अने संबंधमां एक फर्क छे
समय हमेशां वहेतो रहे छे
एने रोकी शकातो नथी
एने मठारी शकातो नथी
एनी मरामत थइ शकती नथी
पण
संबंध हमेशा वहेतो रहे छे
एने रोकी ने विसामो बनावी शकाय छे
एने एक बीजाने गमती रीते मठारी शकाय छे
ज्यारे ज्यारे लुणो लागे तो एनी मरामत थइ शके छे
समय अने संबंधनी आ कडीने सतत जोडी राखवां
भलभला लोको हांफी जाय छे..
कोइक विरलो ज समयने चातरीने संबधनी कळी
पोतानी लागणीनां बळे जोडी राखे छे..
जेम सुंदर पामवा माटे सुंदर बनवु पडे
ए ज रीते कोइने लायक बनवा लायकात केळववी पडे
-नरेश के.डॉडीया
કોઇક માટે ભૂતકાળ એ ભવ્ય હોય
તો કોઇક માટે એ સામાન્ય ઘટના હોય છે
કોઇ માનવી કોઇના માટે લાયક બનીને આવ્યો નથી
છતા માણસ સામે વાળી વ્યકિતને લાયક થવાની
કોશિશ કરતો રહે છે
એ સામેની પાત્રની અનૂકૂલતા અને એની ખૂશી કાજે
રોજ કંઇક ને કંઇક નવતર કરતો રહે છે..
શરૂઆતમાં એ જ્યારે કૈક નવતર કરતો રહેતો હોય ત્યારે
સામેનાં પાત્રની ચહેરા પર એ નવતર ભાવ ઉપસી આવે
પણ આ સમય બહુ જાલિમ છે
એ તો બસ એનુ કામ કર્યે જાય છે
આ એ જ સમય છે
જે એક સમયની ખૂબસૂરત ઇમારત હોય તો
એ જ ઇમારતને એક ખંડેર બનાવી દે છે
પછી રોજ નવતર કરવાની વૃતિ સામેવાળા માટે
એક સામાન્ય ઘટના બની જાય છે.
સમય અને સંબંધમાં એક ફર્ક છે
સમય હમેશાં વહેતો રહે છે
એને રોકી શકાતો નથી
એને મઠારી શકાતો નથી
એની મરામત થઇ શકતી નથી
પણ
સંબંધ હમેશા વહેતો રહે છે
એને રોકી ને વિસામો બનાવી શકાય છે
એને એક બીજાને ગમતી રીતે મઠારી શકાય છે
જ્યારે જ્યારે લુણો લાગે તો એની મરામત થઇ શકે છે
સમય અને સંબંધની આ કડીને સતત જોડી રાખવાં
ભલભલા લોકો હાંફી જાય છે..
કોઇક વિરલો જ સમયને ચાતરીને સંબધની કળી
પોતાની લાગણીનાં બળે જોડી રાખે છે..
જેમ સુંદર પામવા માટે સુંદર બનવુ પડે
એ જ રીતે કોઇને લાયક બનવા લાયકાત કેળવવી પડે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment