recent
Breaking news
Trending

My Articles

Gujarati Articles

केवुं आ तारा प्यारनु वरदान छे Gujarati Gazal By Naresh K. Dodia

केवुं आ तारा प्यारनु वरदान छे Gujarati Gazal By Naresh K. Dodia
केवुं आ तारा प्यारनु वरदान छे Gujarati Gazal By Naresh K. Dodia
संवेदनाओ स्थिर थइ हेरान छे
केवुं आ तारा प्यारनु वरदान छे

आतम सुधी आवी शके तु एकली
दिलमा घणा दोस्तोनु कायम स्थान छे

मारी मुसीबत दूरता तारी बनी
वातोमा थाती मावजत बेभान छे

हु लागणीनी बाबते कंजुस नथी
दिलथी तुं मांगे तो ए सन्मान छे

तारा विना लागु दूकाळीया समो
तारी कमीनो बाग ज्यां वेरान छे

ज्यारे मळ्यो छुं त्यारथी लागे छे के
तारा थकी शायर घणो धनवान छे

गमवानी एवी कोइ क्या शरतो हती
नखशीख सुंदरतानी तुं प्हेचान छे

शब्दो नथी मळता तु ज्यारे ना मळे
तारा विना मारू ह्रदय बेजान छे

तारा विना शब्दो रडे छे काव्यनां
मारी ‘महोतरमा’ तुं शब्दोनी शान छे
-नरेश के.डॉडीया

સંવેદનાઓ સ્થિર થઇ હેરાન છે
કેવું આ તારા પ્યારનુ વરદાન છે
આતમ સુધી આવી શકે તુ એકલી
દિલમા ઘણા દોસ્તોનુ કાયમ સ્થાન છે
મારી મુસીબત દૂરતા તારી બની
વાતોમા થાતી માવજત બેભાન છે
હુ લાગણીની બાબતે કંજુસ નથી
દિલથી તું માંગે તો એ સન્માન છે
તારા વિના લાગુ દૂકાળીયા સમો
તારી કમીનો બાગ જ્યાં વેરાન છે
જ્યારે મળ્યો છું ત્યારથી લાગે છે કે
તારા થકી શાયર ઘણો ધનવાન છે
ગમવાની એવી કોઇ ક્યા શરતો હતી
નખશીખ સુંદરતાની તું પ્હેચાન છે
શબ્દો નથી મળતા તુ જ્યારે ના મળે
તારા વિના મારૂ હ્રદય બેજાન છે
તારા વિના શબ્દો રડે છે કાવ્યનાં
મારી ‘મહોતરમા’ તું શબ્દોની શાન છે
-નરેશ કે.ડૉડી
યા
Advertisement

No comments:

Post a Comment