"संबधो मन बदली शके छे पण नशीब नथी बदली शकतां” Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
"संबधो मन बदली शके छे पण नशीब नथी बदली शकतां” Gujarati Kavita By Naresh K. Dodia |
संध्याना अस्तो रंगोमां केशरी सुरज
डूबतानी साथे कंइक कहेवा जतो हतो
शांत दरियां किनारे सेम्पु करेला उडतावाळ
डूबता सुरजने सलामी आपता हता
केशरी रंगोनी आभा एना गोरा शरीरनी
आसपास विटळाइने एक अनोखो
मानविय रंग बनावती हती
एने दरियो बहुं गमे छे,अतिसय व्हालो लागे,
बे दिवसथी रोज सांजे ए आवीने
एकली एकली कंइक विचारती बेठी होय छे
में अचानक एनी पाछळ जइने एनी बंने
आंखो मारी हथेळीथी ढांकी दीधी
मारा कांडाने ए पकडीने बोली
अमुक माणसोने शरीरनी सुंगधथी ओळखी जवाय छे
भलेने आंखो आडॅ आखी दुनियानी गंध टॉळु बनी उभी होय
तने केम दरियो केम गमे छे?
हसता हसता बोली,
”जेम आपणे एक बीजाने गमीये छीए एम.
तुं तो कवि छे एटले तो तने
आवी शांत प्राइवशी गमती हशे?.”
“महोतरमां,मारी प्राइवशी,
मारुं एकांत,मारी अंगतक्षणॉ,पर केवळ
अमुक व्यकितोनो ज अबाधीत हक्क छे अने अबाधीत रहेशे.
आं व्यकित सिवाय कोइ व्यकितने मारी
प्राइवशीमां दखल देवानो अधिकार छे नहीं
अने आपवां पण नथी मांगतो.”
“तुं बोले छे त्यारे मने सांभळवो गमे छे,
तारो अवाज,अने तुं बंने,
कोण छे ए नशीबदार लोको मने बतावी शकशे?”
“हा!मारो परिवार,अने तुं”
ए नीचे जोइने हसती हती,
अने हसतां हसतां खास शब्दो सरी पडया.”
“अच्छा.”
मने कहे के,”बे दिवसथी हुं रेती पर तारुं नाम लखुं छुं
पण दरियानुं पाणी अहियां सुधी कदी आवतुं नथी
ए नामने रेती पर भुंसी नांखवा माटे.”
में कह्युं,"मारा नाम साथे तारुं नाम जोडी दे
अने रेती पर लखी नांख
एटले दरियो पण पागल बनी
किनाराओने पखाळवा दोडी आवशे
नवा नवा नदीओनां नीर पीने
जे नशो चडयो छे ए तुंरत उतरी जशे.”
नमेला चहेरे उडता बालो वारमवार एने परेसान करतां हतां
मे आस्तेथी एना वाळने एना कानमां पाछळ धकेल्यां
ए हसवां लागी,एने खबर छे
मारी मनगमती क्रिया छे
एने मारा नाम साथे एनुं नाम
पंण रेती पर लखी नांख्युं
पुनमनो दिवस हतो,आछा अंधारामां
चांद एनी गवाही आपतो हतो.
दरियानां मोजा ओ धणा किनारे आवी अने
प्रसरीने फिणमा तबदिल थइ जतां हतां
अमें बंनेए धणा समय राह जोइ
पण दरियादेव अमारी खूशीमां सामिल हतां
एने पण अमारा बंनेना नाम मिटावामां
रस होय एवुं लाग्युं नहीं
अचानक एक स्त्री अने एक पुरुषने
रेती पर चालता जतां जोयां
अमारा बंनेनां नाम पर
पोताना पगलानी छाप छोडता गयां
ए मारी सामे हसवां लागी अने कहेवां लागी
“कुदरतने जे संबध गमे छे ए
अन्य मानवीने गमे ए जरूरी पंण नथी.”
पण कुदरती रीते मळेला लोहीना संबधो करतां,
जीवतां जीवतां थतां आवेला कुदरती पण
लोहीना संबध विनाना आकर्षणथी निर्माण
थयेली मैत्रीनो संबध मने मुल्यवान लागे छे,
पछी ते बे मित्रोनी होय,
बे बहेनपणीओनो होय के मित्र-बहेनपणीनो होय.
पण तेमांये कोइ पण कृत्रिम बंधन वगरनी,
निर्हेतुक,मूक्त एवी स्त्री-पुरुषनी मैत्रि
मारी आंखोने वधुं देखावडी जणाय छे.
आपणी मैत्री मने मुल्यवान लागे छे.”
अन्य जेम आपणे राधा काननी आडस नथी लेवी
हुं अने तुं एटले आपणुं पोतिकु विश्व
मारुं लक हमेशां अनलकी रह्युं छे,
मारी सुखनी दरेक क्षणॉ साथे
पुनम अने अमासनो नातो रह्यो छे,
एने पण कुदरती गणीने चालुं छुं."
एटले मे एने कह्यु,
"संबधो मन बदली शके छे पण नशीब नथी बदली शकतां”
-नरेश के.डॉडीया
સંધ્યાના અસ્ત રંગોમાં કેશરી સુરજ
ડૂબતાની સાથે કંઇક કહેવા જતો હતો
શાંત દરિયાં કિનારે સેમ્પુ કરેલા ઉડતાવાળ
ડૂબતા સુરજને સલામી આપતા હતા
કેશરી રંગોની આભા એના ગોરા શરીરની
આસપાસ વિટળાઇને એક અનોખો
માનવિય રંગ બનાવતી હતી
એને દરિયો બહું ગમે છે,અતિસય વ્હાલો લાગે,
બે દિવસથી રોજ સાંજે એ આવીને
એકલી એકલી કંઇક વિચારતી બેઠી હોય છે
મેં અચાનક એની પાછળ જઇને એની બંને
આંખો મારી હથેળીથી ઢાંકી દીધી
મારા કાંડાને એ પકડીને બોલી
અમુક માણસોને શરીરની સુંગધથી ઓળખી જવાય છે
ભલેને આંખો આડૅ આખી દુનિયાની ગંધ ટૉળુ બની ઉભી હોય
તને કેમ દરિયો કેમ ગમે છે?
હસતા હસતા બોલી,
”જેમ આપણે એક બીજાને ગમીયે છીએ એમ.
તું તો કવિ છે એટલે તો તને
આવી શાંત પ્રાઇવશી ગમતી હશે?.”
“મહોતરમાં,મારી પ્રાઇવશી,
મારું એકાંત,મારી અંગતક્ષણૉ,પર કેવળ
અમુક વ્યકિતોનો જ અબાધીત હક્ક છે અને અબાધીત રહેશે.
આં વ્યકિત સિવાય કોઇ વ્યકિતને મારી
પ્રાઇવશીમાં દખલ દેવાનો અધિકાર છે નહીં
અને આપવાં પણ નથી માંગતો.”
“તું બોલે છે ત્યારે મને સાંભળવો ગમે છે,
તારો અવાજ,અને તું બંને,
કોણ છે એ નશીબદાર લોકો મને બતાવી શકશે?”
“હા!મારો પરિવાર,અને તું”
એ નીચે જોઇને હસતી હતી,
અને હસતાં હસતાં ખાસ શબ્દો સરી પડયા.”
“અચ્છા.”
મને કહે કે,”બે દિવસથી હું રેતી પર તારું નામ લખું છું
પણ દરિયાનું પાણી અહિયાં સુધી કદી આવતું નથી
એ નામને રેતી પર ભુંસી નાંખવા માટે.”
મેં કહ્યું,"મારા નામ સાથે તારું નામ જોડી દે
અને રેતી પર લખી નાંખ
એટલે દરિયો પણ પાગલ બની
કિનારાઓને પખાળવા દોડી આવશે
નવા નવા નદીઓનાં નીર પીને
જે નશો ચડયો છે એ તુંરત ઉતરી જશે.”
નમેલા ચહેરે ઉડતા બાલો વારમવાર એને પરેસાન કરતાં હતાં
મે આસ્તેથી એના વાળને એના કાનમાં પાછળ ધકેલ્યાં
એ હસવાં લાગી,એને ખબર છે
મારી મનગમતી ક્રિયા છે
એને મારા નામ સાથે એનું નામ
પંણ રેતી પર લખી નાંખ્યું
પુનમનો દિવસ હતો,આછા અંધારામાં
ચાંદ એની ગવાહી આપતો હતો.
દરિયાનાં મોજા ઓ ધણા કિનારે આવી અને
પ્રસરીને ફિણમા તબદિલ થઇ જતાં હતાં
અમેં બંનેએ ધણા સમય રાહ જોઇ
પણ દરિયાદેવ અમારી ખૂશીમાં સામિલ હતાં
એને પણ અમારા બંનેના નામ મિટાવામાં
રસ હોય એવું લાગ્યું નહીં
અચાનક એક સ્ત્રી અને એક પુરુષને
રેતી પર ચાલતા જતાં જોયાં
અમારા બંનેનાં નામ પર
પોતાના પગલાની છાપ છોડતા ગયાં
એ મારી સામે હસવાં લાગી અને કહેવાં લાગી
“કુદરતને જે સંબધ ગમે છે એ
અન્ય માનવીને ગમે એ જરૂરી પંણ નથી.”
પણ કુદરતી રીતે મળેલા લોહીના સંબધો કરતાં,
જીવતાં જીવતાં થતાં આવેલા કુદરતી પણ
લોહીના સંબધ વિનાના આકર્ષણથી નિર્માણ
થયેલી મૈત્રીનો સંબધ મને મુલ્યવાન લાગે છે,
પછી તે બે મિત્રોની હોય,
બે બહેનપણીઓનો હોય કે મિત્ર-બહેનપણીનો હોય.
પણ તેમાંયે કોઇ પણ કૃત્રિમ બંધન વગરની,
નિર્હેતુક,મૂક્ત એવી સ્ત્રી-પુરુષની મૈત્રિ
મારી આંખોને વધું દેખાવડી જણાય છે.
આપણી મૈત્રી મને મુલ્યવાન લાગે છે.”
અન્ય જેમ આપણે રાધા કાનની આડસ નથી લેવી
હું અને તું એટલે આપણું પોતિકુ વિશ્વ
મારું લક હમેશાં અનલકી રહ્યું છે,
મારી સુખની દરેક ક્ષણૉ સાથે
પુનમ અને અમાસનો નાતો રહ્યો છે,
એને પણ કુદરતી ગણીને ચાલું છું."
એટલે મે એને કહ્યુ,
"સંબધો મન બદલી શકે છે પણ નશીબ નથી બદલી શકતાં”
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment