एक साथे कामनानो अंत लावीने जुओ Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक साथे कामनानो अंत लावीने जुओ Gujarati Gazal By Naresh K. Dodia |
एक साथे कामनानो अंत लावीने जुओ
वास्तविकतानो पनारो रोज पाडीने जुओ
जे तळेटीथी कदी आगळ जवाना छे नही
प्हाड जेवा थइ परिचय खुदनो आपीने जुओ
जिंदगी आसान छे जो कोइनो संगाथ होय
चार आंखोंथी जीवन क्यारेक वांचीने जुओ
मोहने मायाने लोको तो भरम कहे शुं थयुं
कोइ वखते मोह-माया साथ माणीने जुओ
क्यां सुधी कृत्रिमताने साथमां लइ जीवशो
सत्यनी भाषा बधा सामेय बोलीने जुओ
मात्र जेने फायदा जोवानी आदत होय छे
आयनो ए माणसोने बस बतावीने जुओ
साथ एनो कायमी मळवानी आशां राख नां
दूरतामां प्रेमने भय मुक्त राखीने जुओ
आपणुं होवापणुं पीछाणवुं जोइए रोज
आंगळी चींधे ए प्हेलां भूल मानीने जुओ
ए “महोतरमानी” मीठी म्हेरनी मींरांत छे
कोइ मानूनीनां दिलनी वेदनां पीने जुओ
– नरेश के.डॉडीया
એક સાથે કામનાનો અંત લાવીને જુઓ
વાસ્તવિકતાનો પનારો રોજ પાડીને જુઓ
જે તળેટીથી કદી આગળ જવાના છે નહી
પ્હાડ જેવા થઇ પરિચય ખુદનો આપીને જુઓ
જિંદગી આસાન છે જો કોઇનો સંગાથ હોય
ચાર આંખોંથી જીવન ક્યારેક વાંચીને જુઓ
મોહને માયાને લોકો તો ભરમ કહે શું થયું
કોઇ વખતે મોહ-માયા સાથ માણીને જુઓ
ક્યાં સુધી કૃત્રિમતાને સાથમાં લઇ જીવશો
સત્યની ભાષા બધા સામેય બોલીને જુઓ
માત્ર જેને ફાયદા જોવાની આદત હોય છે
આયનો એ માણસોને બસ બતાવીને જુઓ
સાથ એનો કાયમી મળવાની આશાં રાખ નાં
દૂરતામાં પ્રેમને ભય મુક્ત રાખીને જુઓ
આપણું હોવાપણું પીછાણવું જોઇએ રોજ
આંગળી ચીંધે એ પ્હેલાં ભૂલ માનીને જુઓ
એ “મહોતરમાની” મીઠી મ્હેરની મીંરાંત છે
કોઇ માનૂનીનાં દિલની વેદનાં પીને જુઓ
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment