इच्छा मूजब तारी कदी हुं चाहवानो नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
| इच्छा मूजब तारी कदी हुं चाहवानो नथी Gujarati Gazal By Naresh K. Dodia |
इच्छा मूजब तारी कदी हुं चाहवानो नथी
तारा रसम रीवाजनें हुं पाळवानो नथी
आकाशना तारा कदी तोडी नही लावुं हुं
खोटा वचन हुं प्रेम नामे आपवानो नथी
तुं मांगशे तो जान आपुं ए वचन ना आपुं
मारा गजाने तुं कहे तो मापवानो नथी
तारी मुसीबतमां सदा तारी समक्ष हुं रहुं
तारा समयनी चाल मूजब चालवानो नथी
हुं चाहुं छुं नखशीख मारी जातथी पण वधुं
तुज नामना सीक्का कदी हुं छापवानो नथी
तारी गली,ने द्रार पर आंटा फेरा ना करूं
मरजी विनां मळवा तने हुं आववानो नथी
नींदर कदी बरबाद करवानुं मने ना गमे
हुं अन्य प्रेमी जेम राते जागवानो नथी
मारा वचनने हुं जळानी जेम वळगी रहुं
चाही तने तो आंख बीजे मांडवानो नथी
छेडो मजानो राग मीठो ओ "महोतरमांजी"
हुं नाम बीजी नारनुं आलापवानो नथी
-नरेश के.डॉडीया
ઇચ્છા મૂજબ તારી કદી હું ચાહવાનો નથી
તારા રસમ રીવાજનેં હું પાળવાનો નથી
આકાશના તારા કદી તોડી નહી લાવું હું
ખોટા વચન હું પ્રેમ નામે આપવાનો નથી
તું માંગશે તો જાન આપું એ વચન ના આપું
મારા ગજાને તું કહે તો માપવાનો નથી
તારી મુસીબતમાં સદા તારી સમક્ષ હું રહું
તારા સમયની ચાલ મૂજબ ચાલવાનો નથી
હું ચાહું છું નખશીખ મારી જાતથી પણ વધું
તુજ નામના સીક્કા કદી હું છાપવાનો નથી
તારી ગલી,ને દ્રાર પર આંટા ફેરા ના કરૂં
મરજી વિનાં મળવા તને હું આવવાનો નથી
નીંદર કદી બરબાદ કરવાનું મને ના ગમે
હું અન્ય પ્રેમી જેમ રાતે જાગવાનો નથી
મારા વચનને હું જળાની જેમ વળગી રહું
ચાહી તને તો આંખ બીજે માંડવાનો નથી
છેડો મજાનો રાગ મીઠો ઓ "મહોતરમાંજી"
હું નામ બીજી નારનું આલાપવાનો નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals

No comments:
Post a Comment