प्रेम अने दोस्ती वच्चेनां चक्करमां Gujarati Kavita By Naresh K. Dodia

प्रेम अने दोस्ती वच्चेनां चक्करमां Gujarati Kavita By Naresh K. Dodia
प्रेम अने दोस्ती वच्चेनां चक्करमां Gujarati Kavita By Naresh K. Dodia
प्रेम अने दोस्ती वच्चेनां चक्करमां
ए घणी वार मने मळीने पण ना मळती होय एवुं लागे छे

आ समजदार स्त्रीओनी एक तकलीफ होय छे
जोके ए बधा पुरुषोनां नजरमां आ वात आवी शकती नथी

पुरुष वधुं पडतो प्रेम जतावे तो आ समजदार स्त्रीओ
पुरुषनां बाळकवेळा गणी ले छे

अने प्रेममां जरा ओछप लागे तो ए समजदार स्त्री
पुरुषने कहे छे के,”तमे कदी स्त्रीना दिलनी वातने नही समजी शको.”

ज्यां सुधी दोस्ती हती,त्यां सुधी एक लक्ष्मणरेखानी अंदर रहीने
हुं एने मळतो हतो खुल्ला दिलथी….

स्त्री के पुरुष जातनो भेद राख्या वगर एक मित्र तरीके
एने हमेशां खूश राखवानो प्रयत्न करतो हतो
अने ए हमेशां खूश खूशाल रहेती हती
अने कहेती हती
“स्त्री-पुरुषने समजवा माटे बंने वच्चे प्रेम होवो जरूरी नथी”

अचानक बेमांथी कोइने समजायुं नही अमें बंने एक बीजाने
प्रेममां पडी गयां

हवे अमे मळीए छीए त्यारे घणी असमंजश होय छे…
मोटे भागे एनी बाजु वधुं होय छे

हुं हमेशां एक प्रेमीनी जेम एनी साथे वर्तन करूं छुं
त्यारे ए इच्छे छे के एक मित्रनी जेम जेम ट्रीट करूं 
क्यारेक एक मित्रनी जेम एने ट्रीट करूं तो 
त्यारे ए इच्छे छे के हुं एक प्रेमीनी जेम ट्रीट करुं     

मने हमेशां ए कहे छे के,एक प्रेमीनी जेम कायम मळतो पुरुष 
लांबे गाळे पतिनी जेम वर्तन करे छे."           
अने हुं कही शकतो नथी के “तुं मने प्रेमिका तरीके वधुं गमे छे.”

दोस्तीथी आगळ वध्यां पछी ए समजदार स्त्री बाळकवेडा करे छे
अने हुं एनां प्रेममां पडयां पछी वधुं समजदार थइ गयो
अने मारा प्रेममां समजदारी आवी गइ
-नरेश के.डॉडीया

પ્રેમ અને દોસ્તી વચ્ચેનાં ચક્કરમાં
એ ઘણી વાર મને મળીને પણ ના મળતી હોય એવું લાગે છે

આ સમજદાર સ્ત્રીઓની એક તકલીફ હોય છે
જોકે એ બધા પુરુષોનાં નજરમાં આ વાત આવી શકતી નથી

પુરુષ વધું પડતો પ્રેમ જતાવે તો આ સમજદાર સ્ત્રીઓ
પુરુષનાં બાળકવેળા ગણી લે છે

અને પ્રેમમાં જરા ઓછપ લાગે તો એ સમજદાર સ્ત્રી
પુરુષને કહે છે કે,”તમે કદી સ્ત્રીના દિલની વાતને નહી સમજી શકો.”

જ્યાં સુધી દોસ્તી હતી,ત્યાં સુધી એક લક્ષ્મણરેખાની અંદર રહીને
હું એને મળતો હતો ખુલ્લા દિલથી….

સ્ત્રી કે પુરુષ જાતનો ભેદ રાખ્યા વગર એક મિત્ર તરીકે
એને હમેશાં ખૂશ રાખવાનો પ્રયત્ન કરતો હતો
અને એ હમેશાં ખૂશ ખૂશાલ રહેતી હતી
અને કહેતી હતી
“સ્ત્રી-પુરુષને સમજવા માટે બંને વચ્ચે પ્રેમ હોવો જરૂરી નથી”

અચાનક બેમાંથી કોઇને સમજાયું નહી અમેં બંને એક બીજાને
પ્રેમમાં પડી ગયાં

હવે અમે મળીએ છીએ ત્યારે ઘણી અસમંજશ હોય છે…
મોટે ભાગે એની બાજુ વધું હોય છે

હું હમેશાં એક પ્રેમીની જેમ એની સાથે વર્તન કરૂં છું
ત્યારે એ ઇચ્છે છે કે એક મિત્રની જેમ જેમ ટ્રીટ કરૂં 
ક્યારેક એક મિત્રની જેમ એને ટ્રીટ કરૂં તો 
ત્યારે એ ઇચ્છે છે કે હું એક પ્રેમીની જેમ ટ્રીટ કરું     

મને હમેશાં એ કહે છે કે,એક પ્રેમીની જેમ કાયમ મળતો પુરુષ 
લાંબે ગાળે પતિની જેમ વર્તન કરે છે."           
અને હું કહી શકતો નથી કે “તું મને પ્રેમિકા તરીકે વધું ગમે છે.”

દોસ્તીથી આગળ વધ્યાં પછી એ સમજદાર સ્ત્રી બાળકવેડા કરે છે
અને હું એનાં પ્રેમમાં પડયાં પછી વધું સમજદાર થઇ ગયો
અને મારા પ્રેમમાં સમજદારી આવી ગઇ
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment