उन्मादमां जीव्या कां जीवन ख्यालमां जीवी गयां Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
उन्मादमां जीव्या कां जीवन ख्यालमां जीवी गयां Gujarati Gazal By Naresh K. Dodia |
संतोष पामीने अधूरी प्यासमां जीवी गयां
ख्यालोनी वच्चे भानमां होवानो छे अभिनय नर्यो
तेथी ज अधकचरा विचारे शानमां जीव्या गयां
गझलो पढी छे जिंदगीनो रस नीचोवी छतां
जीवननी हरपळमां अधूरी दादमां जीवी गयां
पेढीओ जेनी खत्म थइ गइ छे छतां वळ ना मूके
पण रूतबो शुं छे बतावा तावमां जीवी गयां
एनी मा ए तो सुंठ खाधी ना हती तोये जूओ
ए देश माटे युध्धनां मेदानमां जीवी गयां
एनो वखत थाता डूबी जातो हतो ए सूर्यदेव
संध्याने रंगो दइ सदा अंधारमां जीवी गयां
आंतकने जे मझहब बनावी झेर फेलावे सतत
एवा नकामां मुल्क साथे प्यारमां जीवी गयां
लंपट अने लेभागुं संतोने अहीं जलसो पडे
सैतान जेवा साधुनां स्वांगमां जीवी गयां
छूट्टी गयो छे ताज जेनां शीर परथी जोइलो
आमीरथी लइ अकबरो इतिहासमां जीवी गयां
आ शुं लखो छो शायरी नामथी शायरजी तमे
काफीर छीए पण सुफी अंदाजमां जीवी गया
मारी “महोतरमानी” वातो छे निराळी कायमी
एना अनोखा इश्कनी सौगादमां जीवी गया
– नरेश के.डॉडीया
ઉન્માદમાં જીવ્યા કાં જીવન ખ્યાલમાં જીવી ગયાં
સંતોષ પામીને અધૂરી પ્યાસમાં જીવી ગયાં
ખ્યાલોની વચ્ચે ભાનમાં હોવાનો છે અભિનય નર્યો
તેથી જ અધકચરા વિચારે શાનમાં જીવ્યા ગયાં
ગઝલો પઢી છે જિંદગીનો રસ નીચોવી છતાં
જીવનની હરપળમાં અધૂરી દાદમાં જીવી ગયાં
પેઢીઓ જેની ખત્મ થઇ ગઇ છે છતાં વળ ના મૂકે
પણ રૂતબો શું છે બતાવા તાવમાં જીવી ગયાં
એની મા એ તો સુંઠ ખાધી ના હતી તોયે જૂઓ
એ દેશ માટે યુધ્ધનાં મેદાનમાં જીવી ગયાં
એનો વખત થાતા ડૂબી જાતો હતો એ સૂર્યદેવ
સંધ્યાને રંગો દઇ સદા અંધારમાં જીવી ગયાં
આંતકને જે મઝહબ બનાવી ઝેર ફેલાવે સતત
એવા નકામાં મુલ્ક સાથે પ્યારમાં જીવી ગયાં
લંપટ અને લેભાગું સંતોને અહીં જલસો પડે
સૈતાન જેવા સાધુનાં સ્વાંગમાં જીવી ગયાં
છૂટ્ટી ગયો છે તાજ જેનાં શીર પરથી જોઇલો
આમીરથી લઇ અકબરો ઇતિહાસમાં જીવી ગયાં
આ શું લખો છો શાયરી નામથી શાયરજી તમે
કાફીર છીએ પણ સુફી અંદાજમાં જીવી ગયા
મારી “મહોતરમાની” વાતો છે નિરાળી કાયમી
એના અનોખા ઇશ્કની સૌગાદમાં જીવી ગયા
– નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment