कृष्ण जेवो सारथी अर्जुनने साची राह देखाडी शके छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
कृष्ण जेवो सारथी अर्जुनने साची राह देखाडी शके छे Gujarati Gazal By Naresh K. Dodia |
कृष्ण जेवो सारथी अर्जुनने साची राह देखाडी शके छे
खुद सिहांसन परथी उतरीने सुदामां पगमां बीराजी शके छे
द्रौपदीना चीर हरनांरा सखी कोनी हती ए याद न्होतुं
भर सभामां ए सखो एनी सखीनां चीर पूरावी शके छे
यादवां स्थळीनो मतलब एक राधा,एक कानाने खबर छे
द्रारका आवीने जे राधा सखीनां ख्यालने दाबी शके छे
आंखुं वृंदावन झूमी उठतुं हतुं ज्यां वांसळीना सुर उठे त्या ज
वांसळीना सुरथी दिल जीती जनारो चक्रधर मारी शके छे
आ जगतमां सौने केवी रीतथी जीवी शको ए वात कहेवा
ए महाभारतथी लइ गीता सुधीनां ग्रंथ समजावी शके छे
वांसळीथी लइ सुदर्शन चक्र धारण नोखनोखी आंगळीमां
ए ज टचली आंगळीए भार गोर्वधननो उपाडी शके छे
पोयणी जेवी धवल राधा सखी ज्यां श्यांमनां रंगे भळी गइ
त्यारथी मारी गझलमां भाव बेंउ रंगनां आवी शके छे
-नरेश के.डॉडीया
કૃષ્ણ જેવો સારથી અર્જુનને સાચી રાહ દેખાડી શકે છે
ખુદ સિહાંસન પરથી ઉતરીને સુદાનાં પગમાં બીરાજી શકે છે
દ્રૌપદીના ચીર હરનાંરા સખી કોની હતી એ યાદ ન્હોતું
ભર સભામાં એ સખો એની સખીનાં ચીર પૂરાવી શકે છે
યાદવાં સ્થળીનો મતલબ એક રાધા,એક કાનાને ખબર છે
દ્રારકા આવીને જે રાધા સખીનાં ખ્યાલને દાબી શકે છે
આંખું વૃંદાવન ઝૂમી ઉઠતું હતું જ્યાં વાંસળીના સુર ઉઠે ત્યા જ
વાંસળીના સુરથી દિલ જીતી જનારો ચક્રધર મારી શકે છે
આ જગતમાં સૌને કેવી રીતથી જીવી શકો એ વાત કહેવા
એ મહાભારતથી લઇ ગીતા સુધીનાં ગ્રંથ સમજાવી શકે છે
વાંસળીથી લઇ સુદર્શન ચક્ર ધારણ નોખનોખી આંગળીમાં
એ જ ટચલી આંગળીએ ભાર ગોર્વધનનો ઉપાડી શકે છે
પોયણી જેવી ધવલ રાધા સખી જ્યાં શ્યાંમનાં રંગે ભળી ગઇ
ત્યારથી મારી ગઝલમાં ભાવ બેંઉ રંગનાં આવી શકે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment