आम तो कैं आपवाथी मारू कशुं जातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आम तो कैं आपवाथी मारू कशुं जातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia |
आम तो कैं आपवाथी मारू कशुं जातुं नथी
लागणीनो छे खजानो,खाली कशुं थातुं नथी
शब्द साथे लागणीनुं बंधन बरोबर जोइए
मात्र शब्दोथी कवितानुं स्त्रोत बंधांतुं नथी
आभ फांट्युं होय त्यारे कैं थीगडा चाले नही
एक वादळथी गगननुं बाकोरू संधातुं नथी
भर उनाळे तुं तरस चोमासानी लइने नीकळ्यो
मानवीनुं मन कदी चातक जेम समजातुं नथी
साव खालीखम बहारे,अंदर भर्युं आखुं जगत
एक दिल छे,जे मगजनी धमकीथी गभरातुं नथी
लागणीनी जात छे,पडतर क्यां सुधी राखी शको?
स्पर्शनी आदत पडी तो,ए फूल करमातुं नथी
एक मत्ला,एक मक्ता,वच्चे धणुं आवी शके
शेर वच्चेनी जगा जे खाली छे,ए वंचातुं नथी
ए "महोतरमाए" दिलमां कबजो कर्यो छे त्यार बाद
ए जगाए अन्य नारीने स्थान देवातुं नथी
-नरेश के.डॉडीया
આમ તો કૈં આપવાથી મારૂ કશું જાતું નથી
લાગણીનો છે ખજાનો,ખાલી કશું થાતું નથી
શબ્દ સાથે લાગણીનું બંધન બરોબર જોઇએ
માત્ર શબ્દોથી કવિતાનું સ્ત્રોત બંધાંતું નથી
આભ ફાંટ્યું હોય ત્યારે કૈં થીગડા ચાલે નહી
એક વાદળથી ગગનનું બાકોરૂ સંધાતું નથી
ભર ઉનાળે તું તરસ ચોમાસાની લઇને નીકળ્યો
માનવીનું મન કદી ચાતક જેમ સમજાતું નથી
સાવ ખાલીખમ બહારે,અંદર ભર્યું આખું જગત
એક દિલ છે,જે મગજની ધમકીથી ગભરાતું નથી
લાગણીની જાત છે,પડતર ક્યાં સુધી રાખી શકો?
સ્પર્શની આદત પડી તો,એ ફૂલ કરમાતું નથી
એક મત્લા,એક મક્તા,વચ્ચે ધણું આવી શકે
શેર વચ્ચેની જગા જે ખાલી છે,એ વંચાતું નથી
એ "મહોતરમાએ" દિલમાં કબજો કર્યો છે ત્યાર બાદ
એ જગાએ અન્ય નારીને સ્થાન દેવાતું નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment