तारा य कर्मोनी सजा पडशे कदी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
तारा य कर्मोनी सजा पडशे कदी Gujarati Gazal By Naresh K. Dodia |
तारा य कर्मोनी सजा पडशे कदी
तारुं थूकेलुं झेर पण चडशे कदी
अपराध तारा आखरे तो बोलशे
इश्वरनी थप्पड एक ज्यां पडशे कदी
वेश्यानां धरमां जोइ ले क्यारेक तुं
बदमाशथी सज्जन धणा मळशे कदी
मंदिरनी सामे मानवी धंधो करे
मोको मळे तो एय छेतरशे कदी
अभिमान नां कर जिंदगी छे माशुका
क्यारेक अधवच्चे जई छळशे कदी
एम ज लखाई क्यां गझल काव्यो अहीं
उर्मिओनुं टोळु जो करगरशे कदी
मारी "महोतरमानी" वातो ना पूछो
हुं कांइ बोलुं तो मने वढशे कदी
-नरेश के.डॉडीया
તારા ય કર્મોની સજા પડશે કદી
તારું થૂકેલું ઝેર પણ ચડશે કદી
અપરાધ તારા આખરે તો બોલશે
ઇશ્વરની થપ્પડ એક જ્યાં પડશે કદી
વેશ્યાનાં ધરમાં જોઇ લે ક્યારેક તું
બદમાશથી સજ્જન ધણા મળશે કદી
મંદિરની સામે માનવી ધંધો કરે
મોકો મળે તો એય છેતરશે કદી
અભિમાન નાં કર જિંદગી છે માશુકા
ક્યારેક અધવચ્ચે જઈ છળશે કદી
એમ જ લખાઈ ક્યાં ગઝલ કાવ્યો અહીં
ઉર્મિઓનું ટોળુ જો કરગરશે કદી
મારી "મહોતરમાની" વાતો ના પૂછો
હું કાંઇ બોલું તો મને વઢશે કદી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment