नवावर्षनां शूकनवंता दिवसे सवारे Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
नवावर्षनां शूकनवंता दिवसे सवारे Gujarati Kavita By Naresh K. Dodia |
नवावर्षनां शूकनवंता दिवसे सवारे
ओफिसे पहोच्यो अने एनो फोन आव्यो
अने कहे के
"आपणी फेकटरीनां वर्करोथी लइने
आपणी दुकानना बधा माणसोने
एनी कार्य शैली अने केटला वरसोथी काम करे छे
ए ध्यानमां राखीने बोनस आपो छो
तो
मारा माटे पण पण दिवाळी बोनसनुं विचारवु जोइए
अने मने पण मारा होदा मुजब बोनस आपवुं जोइए.."
एने फोन मुक्यो अने मे एक गुलाबी कवर मंगावीने
एमां एक गुलाबी कागळनी जाडी परचीमां लख्युं
"पाछला तमाम वरसोमां जे प्रेम कर्यो छे एनाथी
आ वरसे बमणॉ करतो रहीश..आथी वधुं मूज गरीब पासे
तने आपवा जेवुं कशुं छे नही
घरे पहोचीने एना हाथमां कवर मुकीने कह्युं
"आ ले,तारू आ वरसनुं बोनस.."
एने खोल्या विनां होठे अडाडीने कवर पाछुं आपता कह्यु
मारा माटे जे कइ बोनस आ कवरमां छे एनाथी बमणु
मारा तरफथी
-नरेश के.डॉडीया
નવાવર્ષનાં શૂકનવંતા દિવસે સવારે
ઓફિસે પહોચ્યો અને એનો ફોન આવ્યો
અને કહે કે
"આપણી ફેકટરીનાં વર્કરોથી લઇને
આપણી દુકાનના બધા માણસોને
એની કાર્ય શૈલી અને કેટલા વરસોથી કામ કરે છે
એ ધ્યાનમાં રાખીને બોનસ આપો છો
તો
મારા માટે પણ પણ દિવાળી બોનસનું વિચારવુ જોઇએ
અને મને પણ મારા હોદા મુજબ બોનસ આપવું જોઇએ.."
એને ફોન મુક્યો અને મે એક ગુલાબી કવર મંગાવીને
એમાં એક ગુલાબી કાગળની જાડી પરચીમાં લખ્યું
"પાછલા તમામ વરસોમાં જે પ્રેમ કર્યો છે એનાથી
આ વરસે બમણૉ કરતો રહીશ..આથી વધું મૂજ ગરીબ પાસે
તને આપવા જેવું કશું છે નહી
ઘરે પહોચીને એના હાથમાં કવર મુકીને કહ્યું
"આ લે,તારૂ આ વરસનું બોનસ.."
એને ખોલ્યા વિનાં હોઠે અડાડીને કવર પાછું આપતા કહ્યુ
મારા માટે જે કઇ બોનસ આ કવરમાં છે એનાથી બમણુ
મારા તરફથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment